નોટબંધી વિરુદ્ધ સંસદ પરિસરમાં કોંગ્રેસનું પ્રદર્શન, લોકસભા સ્થગિત

નવી દિલ્હી : નોટબંધી પર સંસદમાં વિપક્ષી દળોનો હંગામો ચાલુ છે. સોમવારે ૧૧ વાગ્યાથી લોકસભા રાજ્યસભાની કાર્યવાહી શરુ થઇ છે. નોટબંધીને લઈને બંને ગૃહોમાં વિપક્ષે હંગામો કર્યો છે. આ દરમિયાન કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નોટબંધી પર કહ્યું કે, વડાપ્રધાન મોદીને આવવા દો અને અમારી સાથે સંસદની અંદર વાત કરવા દો. કોંગ્રેસી સાંસદોએ સંસદ પરીસરમાં પણ નોટબંધી વિરુદ્ધ પ્રદર્શન કર્યું છે.

ગૃહમંત્રી રાજનાથ સિંહે સોમવારે કહ્યું કે સરકારનો નિર્ણય કાળાનાણાં વિરુદ્ધની જંગ છે. કોઇએ આ નિર્ણયની નિયત પર પ્રશ્ન ઊભા કર્યા છે. વિપક્ષ દળ દ્વારા પ્રધાનમંત્રી ગૃહમાં ચર્ચા દરમિયાન હાજર રહેવા પર દબાણ કરવા પર ગૃહ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે જો વિપક્ષ ઇચ્છે છે કે પ્રધાનમંત્રી સંસદમાં આવે, તો પ્રધાનમંત્રી આવશે અને ચ્ચામાં હસ્તક્ષેપ કરશે. રાજનાથ સિંહે કહ્યું કે જ્યાં સુધી આ નિર્ણયને લાગૂ કરવાની વાત છે, તો અમે પહેલા દિવસથી જ આ વલાત પર ચર્ચા કરવા માટે તૈયાર હતા. આ બાબતે વિપક્ષના મુદ્દાઓ પર પણ વિચાર કરવા માટે તૈયાર છીએ. તેમણએ કહ્યું કે ગૃહમાં કયાં નિયમ હેઠળ ચર્ચા કરવામાં આવે, એ માટે અધ્યક્ષને નવિર્ણય કરવાનો છે. અધ્યક્ષ જે
નિયમ હેઠળ ચર્ચા કરવાનો નિર્ણય કરશે, અમે એના માટે તૈયાર છીએ.

આ પહેલા નોટબંધી પર સંસદમાં સવારે વિપક્ષી દળોની પણ મીટીંગ થઇ હતી. મીટીંગમાં એ નક્કી થયું કે, નોટબંધી પર વડાપ્રધાને જે નિવેદન આપ્યું છે, તેના માટે તેણે વિપક્ષ પાસે માફી માંગવી જોઈએ.


રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યા પ્રહાર

૧. મોદીજી પહેલા હસી રહ્યા હતા, પછી રોવા લાગ્યા.

૨. સંસદમાં આવીને ભાવના વ્યક્ત કરે.

૩. ચર્ચા કરવા આવે વડાપ્રધાન મોદી.

૪. વડાપ્રધાન લોકસભામાં નથી આવતા.

૫. ખબર પડી જશે કે વડાપ્રધાને નોટબંધી વિષે કોને કોને જણાવ્યું હતું.
ડીએમકે, સીપીએમ, કોંગ્રેસ અને આરજેડીએ સંસદ પરિસરમાં ગાંધીજીની પ્રતિમા સામે નોટબંધીના વિરોધમાં વિરોધ પ્રદર્શન કર્યું છે. આ દરમિયાન કોંગ્રેસનું ઠેર ઠેર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે.

જમ્મુમાં જન આક્રોશ રેલી દરમિયાન જમ્મુ કાશ્મીર કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ ગુલામ અહમદ મીર અને કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. તો બીજી બાજુ ચેન્નાઈમાં પણ જન આક્રોશ માર્ચ દરમિયાન ડીએમકે નેતા એમ કે સ્ટર્લિન અને અન્ય કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.

આ ઉપરાંત નાગપુરમાં કોંગ્રેસના જન આક્રોશ દિવસ સામે ભાજપ કરી રહ્યું છે જન આભાર દિવસની ઉજવણી. કામકાજ ચાલુ રાખનાર લોકોને મીઠાઈ અને ફૂલો આપીને આભાર વ્યક્ત કરાઈ રહ્યો છે.

જો કે, મોદી સરકારના નોટબંધીના ફેંસલા સામે વિપક્ષનો વિરોધ ભારત બંધ પહેલા વેરવિખેર થતો જોવા મળી રહ્યો છે. ડાબેરી પાર્ટીઓ સીપીઆઈ(એમ) અને સીપીઆઈએ 12 કલાકના બંધનું આહ્વાન કર્યુ છે જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી તેમાં સામેલ થવાના નથી તેઓ માત્ર નોટબંધી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે

You might also like