ખુશ ખબર: તત્કાલ ટિકીટ કેન્સલ કરાવવા પર રેલ્વે આપશે 50% સુધી રિફન્ડ

નવી દિલ્હી: રેલ્વે યાત્રીઓ માટે એક સારા સમાચાર છે. રેલ્વે ટ્રેનની તત્કાલ હેઠળ બુક ટિકીટને કેન્સલ કરાવવા પર હવે 50 ટકા પૈસાનું રિફન્ડ મળશે. અત્યાર સુધી આવી ટિકીટ કેન્સલ કરાવવા પર કોઇ પણ પૈસા પરત મળતા નહતા. યાત્રીઓની સુવિધા વધારતાં રેલ્વે 1 જુલાઇ 2017 થી આ ફેરફાર કરશે. તો બીજી બાજુ કોમર્શિયલ વિંગએ ફીડ બેક અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને રેલ મંત્રાલયની પાસે પ્રસ્તાવ મોકલ્યો છે. એને 1 જુલાઇ પહેલા મંજૂરી મળી જશે.

એસી અને સ્લિપર ક્લાસ માટે તત્કાલ ટિકીટનું એક એક કલાક સુધી બુકિંગનો સમય વધારવામાં આવશે. અત્યારે અસી ક્લાસમાં તત્કાળ ટિકીટનું બુકિંગ સવારે 10 થી 11 હતું જ્યારે સ્લિપર ક્લાસની ટિકીટનું બુકિંગ 11 થી 12 સુધી હોય છે. બંનેના સમયને એક એક કલાક સુધી વધારી દેવાનો પ્રસ્તાવ છે. જો કે ટ્રેનનો ચાર્ટ રિલીઝ થવા સુધી તત્કાલ ટિકીટ કરવાની જોગવાઇ છે.

અત્યાર સુધી ટિકીટ પર માત્ર અંગ્રેજી અને હિંદી ભાષા જ લખવામાં આવતી હતી. હવે ઘણી ભાષાઓમાં જાણકારી લખેલી હશે. આ ઉપરાંત એક જ નંબરની 2 અલગ અલગ ટ્રેન ચલાવવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત દરેક પ્રીમિયમ ટ્રેનોમાં શરૂ કરવામાં આવેલ ફ્લેક્સી ફેર સિસ્ટમને સમાપ્ત કરવામાં આવશે. આ 6 મહીના સુધી ટ્રાયલ પર હતો પરંતુ રિઝલ્ટ ખૂબ સકારાત્મક રહ્યા નહીં. આ ઉપરાંત પ્રીમિયમ ટ્રેન રાજધાની અને શતાબ્દીમાં પાવર કોચને હટાવીને યાત્રી કોચ લગાવવામાં આવશે. પાવર કોચને હટાવવાનો પણ નવો ટ્રાયલ છે.

લાંબા અંતરની ટ્રેનોમાં વેટિંગ લિસ્ટની ટિકીટ બંધ કરી દેવામાં આવશે. શતાબ્દી ટ્રેનોમાં સફર વધતી હોવાને ધ્યાનમાં રાખીને યાત્રીઓને કન્ફર્મ સીટ ઉપલબ્ધ કરાવવાને લઇને કોચોની સંખ્યા વધારવામાં આવશે. રેલ્વે વેટિંગ લિસ્ટ ટિકીટ બુકિંગ સિસ્ટમને 1 જુલાઇથી બંધ કરી દેવામાં આવશે. શતાબ્દી ટ્રેનોના યાત્રીઓને પેપરલેસ ટિકીટિંગની સુવિધા મળશે, એમના આપેલા ફોન નંબર પર ટિકીટ મળશે.

http://sambhaavnews.com/

You might also like