ભારતીય મૂળની ‘ચાવાળી’ બની બિઝનેસ વુમન અોફ યર

નવી દિલ્હી: જો તમે પાકિસ્તાનના ચાવાળાને જોઈ ચૂક્યા હો તો હવે ભારતીય મૂળની ચાવાળીને મળો. ‘ચાવાળી’ નામથી ચાલી રહેલા સફળ ટી-રિટેલ બિઝનેસની ફાઉન્ડર ભારતીય મૂળની વકીલ ઉપમા વિરદીને તાજેતરમાં અોસ્ટ્રેલિયાની બિઝનેસ વુમન અોફ યર એવોર્ડથી નવાજવામાં અાવી.

ઉપમા ચંડીગઢમાં જન્મી હતી. તેને અોસ્ટ્રેલિયામાં ચાનો બિઝનેસ શરૂ કરીને ‘ચાવાળી’ના રૂપમાં પોતાની એક અોળખ ઊભી કરી. ઉપમાના દાદાજી ચંડીગઢમાં દેશી દવાઅો વેચતા હતા. તેમને ઉપમાનો પરિચય અાયુર્વેદિક ચાના ફાયદાઅો સાથે કરાવ્યો. ઉપમાને ચા બનાવવાનો અેટલો શોખ હતો કે અોસ્ટ્રેલિયામાં એક ચાની દુકાન ખોલી. તેના હાથની ચા લોકોને અેટલી પસંદ પડી કે ચાવાળીના નામથી એક બ્રાન્ડ તૈયાર થઈ ગઈ.

ચાવાળીના નામથી તેની ચા અોસ્ટ્રેલિયાના બજારમાં ધૂમ મચાવી રહી છે. અોસ્ટ્રેલિયામાં યોજાયેલા ટી ફેસ્ટિવલમાં ઉપમાને ખાસ બોલાવવામાં અાવી. તેણે મીડિયાને કહ્યું કે હું અોસ્ટ્રેલિયાના લોકોને જણાવવા ઇચ્છું છું કે ભારતીય ચાનો સ્વાદ દુનિયાના બાકી દેશોની ચા કરતાં અલગ છે. કેમ કે અમે ભારતીયો ચાને સ્વાદિસ્ટ બનાવવા તેમાં ઇલાયચી, લવિંગ અને અનેક પ્રકારનો જડીબુટ્ટીઅોનો પ્રયોગ કરીઅે છીઅે.

ઉપમા ચાનો અોનલાઈન સ્ટોર પણ ચલાવે છે. ઉપમાઅે જણાવ્યું કે જ્યારે તે અભ્યાસ માટે અોસ્ટ્રેલિયા અાવી ત્યારે તેને ઘરની બનેલી ચા ખૂબ જ યાદ અાવવા લાગી. અને ત્યારથી જ તેનો ચાને લઈને પ્રેમ પણ વધવા લાગ્યો. ત્યારબાદ તે ચાની વર્કશોપ પણ લેવા લાગી. ચાવાળીના સંબોધનથી પહેલા તેનાં માતા-િપતાને અા વ્યવસાય સામે વાંધો પડ્યો પરંતુ ઉપમા દુનિયાને બતાવવા ઇચ્છે છે કે ચાવાળા પણ કંઈ કરી શકે છે.

વિરદીઅે કહ્યું કે તે કોફી પીતા દેશમાં મસાલા ચાનું મહત્વ લોકોને બતાવવા ઇચ્છે છે. ઉપમા કહે છે કે તે અોસ્ટ્રેલિયામાં ચાને લોકપ્રિય બનાવીને ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન અાપવા ઇચ્છે છે. ઉપમાઅે પોતાના વકીલાતના વ્યવસાયને પણ જાળવી રાખ્યો છે. તાજેતરમાં તેને ઇન્ડિયન, અોસ્ટ્રેલિયન બિઝનેસ એન્ડ કોમ્યુનિટી અેવોર્ડથી નવાજવામાં અાવી. સિડનીમાં એક કાર્યક્રમ દરમિયાન વિરદીને બિઝનેસ વુમન ૨૦૧૬નો એવોર્ડ અપાયો.

You might also like