ભારત પર ચાઇનાનો ‘ઇંડાં એટેક,’ બજારોમાં મોકલી રહ્યા છે રાસાયણિક ઇંડાં

નવી દિલ્લી: જો તમે પણ ઇંડા ખાવાના શોખિન હો તો અથવા તમે ક્યારે ક્યારે ઇંડાં ખાતા હો તો આ ખબર તમારા માટે ખૂબ જરૂરી છે. કેમ કે ક્યાંક એવું ન થાય કે તમે જે ઇંડાં ખાઈ રહ્યા છો એ તમારી તબિયત માટે હાનિકારક હોય.
સોશિયલ મીડિયા પર કેટલાક દિવસોથી એક પોસ્ટ વાઇરલ થઈ રહી છે જેમાં ચાઇનીઝ ઇંડાંને ઘાતક રસાયણવાળા બતાવીને લોકોને ચેતવવામાં આવી રહ્યા છે. સરકારે પણ તમામ રાજ્યોને નિર્દેશ આપ્યો છે કે આ વાતોને અફવા ન માનતા નકલી ઇંડાંને લઈને સતર્ક રહે.

કેન્દ્ર સરકારે આ આદેશ પછી છત્તીસગઢ સરકારને પ્રદેશના તમામ જિલ્લામાં ચેતવણી જાહેર કરી છે. જ્યાર બાદ સમગ્ર વિસ્તારમાં બારીકાઈથી તપાસ શરુ થઈ ગઈ છે, જોકે છત્તીસગઢમાં નકલી ઇંડાંનો કોઈ કેસ મળ્યો નથી.

આપને જણાવી દઈએ કે આ મામલે ભારત સરકારે નોંધ લીધી છે કે કૃત્રિમ ઇંડાં પર નજર રાખવામાં આવે. છત્તીસગઢમાં એક પણ કેસ આવશે તો મોટી કાર્યવાહી થશે. ચાઇનીઝ ઇંડાંની ખબર ઝડપથી ફેલાઈ રહી છે પરંતુ ઇંડાંની દુકાન ચલાવનારા દુકાનદાર પાસે એક પણ એવો ગ્રાહક આવ્યો નથી જેના આવવાથી નકલી ઇંડાં વિશે પૂછવામાં આવ્યું હોય.

હકીકતમાં ચાઇનીઝ ઇંડાંને લઈને સમગ્ર દેશમાં એક મુહિમ ચાલી રહી છે જેના હેઢળ બતાવવામાં આવી રહ્યું છે કે ચીનથી નકલી ઇંડાં ભારતમાં મોકલાવવામાં આવી રહ્યો છે જેમાં ઘાતક રસાયણ હોય છે જે દેશના ડોક્ટરો પણ સ્વીકારી રહ્યા છે કે સોશિયલ મીડિયા પર જે ચાઇનીઝ ઇંડાંની વાત ફેલાઈ રહી છે જો તે સાચું હોય તો એમાં જોવા મળતા રસાયણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.

You might also like