ગાડીમાં ફોગ લેમ્પ કે પ્રેશર હોર્ન હશે તેની ખેર નહી : થઇ શકે છે 100 કરોડનો દંડ

નવી દિલ્હી : મોદી સરકાર મોન્સૂન સત્રમાં મોટર વ્હીકલ એક્ટમાં ફેરફાર કરવા માટે એમેન્ડમેન્ટ બિલ લાવે તેવી શક્યતાઓ છે. જેની જોગવાઇ અનુસાર ટ્રાન્સપોર્ટનાં નિયમો તોડનારને દંડની રકમ વધારવા, લાઇસન્સ જપ્ત કરવા, વગેરે પ્રકારની જોગવાઇઓ રાખી છે. રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ સેફ્ટી બિલમાં વારંવાર વિલંબનાં કારણે સરકારે આ રસ્તો અપનાવ્યો છે. નવા બિલ અનુસાર જો ઓટો કંપની જરૂરી સુરક્ષાનાં માનકો અખત્યાર નહી કરે તો 100 કરોડ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે.

બિલમાં એ પણ જોગવાઇ છે કે, જે લોકો પોતાની ગાડીમાં ખરાબ પાર્ટસ હોવા છતા ચલાવે છે. યોગ્ય મેઇન્ટેન્સ રાખતા નથી. ફોગ લાઇટ, પ્રેશર હોર્ન, એક્સ્ટ્રા લાઇટ, છજા પર સામાન રાખવા માટેનાં કેરિયર લગાવવા જેવી પ્રવૃતી કરે છે તે તેનાં પર પણ કડક કાર્યવાહી થઇ શકે છે. આવા નિયમો તોડનારને 5000 સુધીનો દંડ અને બોડી બનાવનારને એક લાખ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે. મોદી સરકારે 45 દિવસમાં કાયદો બનાવવાનું વચન આપ્યું હતું.

સરકારે ત્રણ જ મહિનામાં કડક બિલનો ડ્રાફ્ટ રજુ કર્યો હતો. જો કે દોઢ વર્ષ સુધી વિવિધ રાજ્યોનાં વિરોધનાં કારણે પાંચ વખત બિલમાં ફેરફાર કરવા પડ્યા હતા. સરકારે રાજ્યોનાં ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર્સનાં ગ્રુપ બનાવીને સમગ્ર મુદ્દાને સમેટવાનો પ્રયાસ કર્યો હતો. સ્પીડ ગવર્નર લગાવવાની વ્યવસ્થા કરવી જરૂરી છે. ઓવરબ્રિજની ડિઝાઇનમાં પણ ઘણા ફેરફારની જરૂર હોવાનું સરકારે નોંધ્યું છે. ઓવરબ્રિજનાં છેડે મોટા પ્રમાણમાં અકસ્માત થતા હોય તેવું સરકારે નોંધ્યું છે.

You might also like