2016 ની શરૂઆત….સની લિયોન, અક્ષય કુમારની સાથે

મુંબઇ: બોલીવુડ પ્રેમીઓ માટે જાન્યુઆરી મહિનો ખૂબ જ રસપ્રદ રહેશે. 2015માં આપણે ઘણી સારી ફિલ્મો જોઇ-સલમાન ખાનની બજરંગી ભાઇજાનથી માંડીને બાજીરાવ મસ્તાની, તનુ વિડ્સ મનુ રિટર્ન્સ, પીકૂ અને હેટ સ્ટોરી 3. પરંતુ તમએન જણાવી દઇએ કે 2016 વધુ ધમાકેદાર રહેવાનું છે.

જવા દો, અમે અહીં જાન્યુઆરીની વાત કરવાના છીએ. આ મહિનામાં તમને ‘ઘાયલ વન્સ અગેન’માં જોરદાર એક્શન જોવા મળશે. આ ફિલ્મ દ્વારા સની દેઓલ ફરી એકવાર કમબેક કરી રહ્યાં છે. તો બીજી તરફ સની લિયોનની ‘મસ્તીજાદે’ અને ‘ક્યા કૂલ હૈ હમ 3’ જેવી ફિલ્મો પણ તમારા મનોરંજન માટે રિલીજ થવાની છે. કુલ મળીને જાન્યુઆરી મહિનો બોલીવુડ પ્રેમીઓ માટે ઘણા અલગ-અલગ પ્રકારની ફિલ્મો લઇને આવ્યો છે.

You might also like