7-10 લાખ રૂપિયાનું બજેટ છે? ટૂંક સમયમાં લોન્ચ થશે આ શાનદાર CARS

જો તમારું બજેટ 7-10 લાખ રૂપિયા છે અને તમે ટૂંક સમયમાં કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારી રેન્જમાં અમુક કાર્સ લોન્ચ થવાની છે.

Maruti Suzuki Ciaz Facelift

મારૂતી સુઝુકી સિયાઝ ભારતની સૌથી પૉપ્યુલર મિડસાઇડની સિડાન કારમાંથી એક છે. સિયાઝને અપડેટ્સ સાથે લોન્ચ કરવામાં આવશે. મારૂતીની કિંમત 8.10 લાખથી 11.30 લાખ રૂપિયાની વચ્ચે હશે.

Maruti Suzuki Vitara Brezza Petrol

મારૂતી સુઝુકીની સૌથી સક્સેસફૂલ SUV Vitara બ્રેઝાનું હવે પેટ્રોલ વેરિયન્ટ પણ લોન્ચ થશે. આ યૂનિક લૂક વાળી SUVને ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. અત્યારે આ કામ માત્ર ડિઝલ ઑપ્શનમાં જ મળે છે. આ કારમાં બલેનો RS વાળું ઑપ્શન આપવામાં આવશે. કારની કિંમત 7-10 લાખ રૂપિયા હોઇ શકે છે.

Volkswagen Polo:


જર્મન કંપની volkswagen સૌથી અફોર્ડેબલ પ્રીમિયમ કાર બ્રાન્ડ બનવાનો પ્રયત્ન કરી રહી છે. કંપનીની પ્રીમિયમ હેચબેક પોલોનું અપડેટેડ ફેસલિફ્ટ મોડલ લોન્ચ થશે, જેની ટક્કર મારુતિ સુઝુકી બલેનો, હ્યુન્ડાઈ એલીટ I20 વગેરે કાર્સ સાથે થશે. આ કારની કિંમત 8 લાખથી 10 લાખ સુધીમાં હશે.

Toyota Yaris:


Toyotaની ભારતમાં સિડેન અને યૂટિલિટી વીઇકલ્સ સેગમેન્ટમાં મજબૂતી છે. કંપની હવે નવા કસ્ટમર્સ માટે પ્રીમિયમ પ્રોડક્ટ્સ પર પણ ફોકસ કરી રહી છે. માટે નવી જનરેશન YARIS સિડાન એપ્રિલમાં લોન્ચ કરશે. આ કારની કિંમત 9.5 લાખથી 13.5 લાખ સુધી હશે.

Honda Jazz:


હોન્ડાએ 2 વર્ષ પહેલા જેઝ કાર લોન્ચ કરી હતી. હવે આ પ્રીમિયમ હેચબેકનું ફેસલિફ્ટ વર્ઝન આપવાનું છે. જૂના મૉડલની સરખામણીએ નવું મૉડલ વધારે સ્પોર્ટી હશે. Honda Jazz ફેસલિફ્ટમાં LED વાળા શાર્પ હેડલેમ્પ્લ હશે. આ કાર 2019 સુધી લોન્ચ થઈ શકે છે જેની કિંમત 6.20 લાખથી 9.70 લાખ સુધીની હોઈ શકે છે.

FIAT Argo:


Fiat ભારતમાં માર્કેટ શેર વધારવાનો પ્રયત્ન કરી રહી છે. Fiat Argo હેચબેકથી કંપની પુંટોને રિપ્લેસ કરશે. 2019ની શરુઆત અથવા તો 2018ના અંત સુધીમાં આ કાર લોન્ચ થઈ જશે.

You might also like