UP પોલીસની યાદીમાં અમિત શાહ અને આઝમ ખાન રમખાણો ફેલાવવામાં સામેલ

લખનઉ: આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને ચાલી રહેલી તૈયરીઓમાં યૂપી પોલીસે પણ તે લોકોની યાદી બનાવી છે જેમના પર રમખાણો કરાવવાનો શક છે. આશ્વર્યની વાત એ છે કે પોલીસની યાદીમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને સમાજવાદી પાર્ટી નેતા આઝમ ખાનનું નામ સક્ષમ રમખાણો કરનાર લોકોમાં સામેલ છે. અમિત શાહ અને આઝમ ખાનના નામ યૂપીની શામલી પોલીસે યાદીમાં એડ કર્યું છે.

પોલીસે આ યાદી ચૂંટણી કમિશન દ્વારા મળેલા આદેશ બાદ તૈયાર કરી છે. ચૂંટણી કમિશને પોલીસે કહ્યું કે તે લોકોની યાદી બનાવે જેના વિરૂદ્ધ 2012માં થયેલા યૂપી વિધાનસભા ચૂંટણી 2014માં યોજાયેલી લોકસભા ચૂંટણી અને 2015માં અન્ય રાજ્યોમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન રમખાણો ફેલાવવા અથવા આવો માહોલ બનાવવાના આરોપમાં કેસ ચાલી રહ્યાં છે.

અમિત શાહ અને આઝમ ખાન ઉપરાંત જે મોટા નેતાઓના નામ પોલીસની યાદીમાં સામેલ છે. તે છે કૈરાનાથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય નાહિદ હસન, આ વિસ્તારમાંથી કોંગ્રેસના પૂર્વ સાંસદ હરેન્દ્ર મલિક, એમએલસી વીરેન્દ્ર સિંહ અને રાષ્ટ્રીય લોકદળના કરતાર સિંહ ભડાના. યાદીમાં કુલ 46 નામ છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડીયાના સમાચાર અનુસાર નામ ન છાપવાની શરતે એક પોલીસ અધિકારીને જણાવ્યું હતું કે 2017માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી કમિશન કોઇપણ પ્રકારની બેદરકારી વર્તવા ઇચ્છતી નથી. એટલા માટે આવા નેતાઓને ચિન્હિત કરવામાં આવી કરવામાં આવી રહ્યાં છે જે ચૂંટણી રેલીઓમાં ભડકાઉ ભાષણ આપવા માટે જાણીતા છે. પોલીસે તૈયાર કરાવામાં આવી યાદી ચૂંટણી કમિશનને મોકલી પણ છે.

You might also like