ગઠબંધન પહેલા પ્રિયંકા અને ડિમ્પલ સપાના પોસ્ટરમાં છવાયા

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધનની ઔપચારીક જાહેરત થવાની બાકી છે. પરંતુ કાર્યકર્તાઓ અત્યારથી જ સક્રિય થઇ ગયા છે. ઉત્તર પ્રદેશમાં વિવિધ સ્થળો પર પોસ્ટર પર પ્રિયંકા ગાંધી અને ડિમ્પલ યાદવ જોવા મળી રહ્યાં છે.

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં નવા પોસ્ટરમાં પ્રિયંકા ગાંધી અને ડિમ્પલ યાદવ સાથે લોકલ ઉમેદવારના પોસ્ટર જોવા મળી રહ્યાં છે. જેમાં લખ્યું છે કે યૂપીમાં હવે જોવા મળશે મહિલા સશક્તિકરણ મોરચો સંભાળશે ડિમ્પલ ભાભી અને બહેન પ્રિયંકા.

ઉલ્લેખનિય છે કે સમાજવાદી પાર્ટી પર વિરોધ પક્ષ સરકાર મહિલીઓ પર થઇ રહેલા અપરાધને નાબુદ ન કરી શક્યાનો આરોપ લાગાવી રહી છે. ત્યારે  મહિલા વોટરને રીઝવવા માટે ડિમ્પલ યાદવ અને પ્રિયંકા ગાંધીના નામ સાથે પોસ્ટરમાં સહકાર્યકર્તા જોવા મળી રહ્યાં છે. સમાજવાદી પાર્ટી ઘણી વખત ડિમ્પલને અને કોંગ્રેસ કાર્યકર્તા પ્રિયંકા ગાંધીને પોતાની પાર્ટીનો પ્રચાર કરવાનું કહી ચૂકી છે. ઉત્તર પ્રદેશમાં ચૂંટણી રેલીમાં પણ અખિશ યાદવ, ડિમ્પલ યાદવ, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી સાથે જોવા મળ્યા હતા.

http://sambhaavnews.com/

 

You might also like