યુપી પોલીસ યુવકને જોધપુર નજીકથી લઈ ગઈઃ બે દિવસ બાદ લાશ મળી

અમદાવાદ: મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ અમદાવાદમાં રહેતા યુવકનું ઉત્તર પ્રદેશના હલિયાપુર પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસકર્મીઓ અને અન્ય બે વ્યક્તિ દ્વારા સેટેલાઈટના જોધપુર ગામ પાસેથી અપહરણ કર્યું હતું. જોકે અપહૃત યુવકની બે િદવસ બાદ રાજસ્થાનના કોટા નજીક રેલવે ટ્રેક પરથી લાશ મળી આવી હતી. મૃતક યુવકના ભાઈએ આ અંગે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ પોલીસકર્મીઓ સહિત પાંચ લોકો સામે અપહરણ અને ગેરકાયદે અટકાયત સહિતની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મૂળ ઉત્તર પ્રદેશના સુલતાનપુરના મલૈયા ગામે મૂકેશ લાલકાપ્રસાદ યાદવ પોતાના પરિવાર સાથે રહે છે. મૂકેશનો સગો ભાઈ મહેશ યાદવ અમદાવાદમાં રહી અને નોકરી ધંધો કરતો હતો. ગત ૨૩ ઓક્ટોબર ૨૦૧૬ના રોજ બપોરે ઉત્તર પ્રદેશના હલિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભરતસિંહ ક્ષત્રિય (રહે.ઉત્તર પ્રદેશ), રામકુમાર બોધી (રહે. ઉત્તર પ્રદેશ), મહિલા કોન્સ્ટેબલ શકુંતલાબહેન રાજીવકુમાર (રહે. ઉત્તર પ્રદેશ) મિલીના યાદવ અને રામદેવ યાદવ (બંને રહે. મલૈયા ગામ, સુલતાનપુર, ઉત્તર પ્રદેશ) અમદાવાદ આવ્યા હતા. ત્રણેય પોલીસકર્મીઓએ મહેશનું સેટેલાઈટના જોધપુર પાસે આવેલા મિર્ચ મસાલા રેસ્ટોરાં પાસેથી તપાસના કામે લઈ જવાનો છે કહી અપહરણ કર્યું હતું.

મહેશે ત્રણેયે ઉત્તર પ્રદેશની ટ્રેનમાં બેસાડી લઈ જતા હતા. ૨૫-૧૦-૨૦૧૬ના રોજ મહેશના રાજસ્થાનના કોટા નજીકથી રેલવે ટ્રેક પરથી લાશ મળી આવી હતી. જે અંગે કોટા રેલવે પોલીસે તપાસ કરી રહી છે. અમદાવાદના યુવકનું અપહરણ તેમજ ગેરકાયદે અટકાયત કર્યાના બે દિવસ બાદ રેલવે ટ્રેક પરથી લાશ મળતાં મહેશના ભાઈએ આ અંગે આનંદનગર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like