કૃષ્ણ જન્મભૂમિ અને કાશી વિશ્વનાથ મંદિરને ઉડાવી દેવાની ધમકી, યૂપીમાં હાઇ એલર્ટ

યૂપીઃ આતંકી સંગઠન લશ્કર એ તૈયબાએ જગ વિખ્યાત કાશી વિશ્વનાથ મંદિર અને શ્રીકૃષ્ણ જન્મભૂમિને ઉડાવવાની ધમકી આપી છે. આ ધમકી બાદ ઉત્તરપ્રદેશ પોલીસે તમામ રેલ્વે સ્ટેશનો પર એલર્ટ જાહેર કરી દીધું છે અને ઠેર-ઠેર તપાસ હાથ ધરી છે. યુપી પોલીસ અધ્યક્ષે સંબંધિત પોલીસ અધિકારીઓને એક પત્ર જારી કરીને રાજ્યભરમાં ચેતવણી આપી દીધી છે.

લશ્કરનાં એરિયા કમાન્ડર અબૂ શેખે એક પત્ર મોકલીને યુપીનાં સહારનપુર, હાપુડ સહિત અનેક રેલ્વે સ્ટેશનો પણ ઉડાવી દેવાની ધમકી આપી છે. યુપી પોલીસનાં કહેવા મુજબ ધમકીભર્યો પત્ર ગત મહિને ઉત્તર રેલ્વેને મળ્યો હતો. જે લશ્કરનાં એરિયા કમાન્ડ મૌલાના અબૂ શેખ તરફથી મોકલવામાં આવ્યો હતો

આ પત્રમાં 6થી 10 જૂનની વચ્ચે અનેક બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે. ધમકી બાદ બનારસનાં કાશી વિશ્વનાથ મંદિર અને મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરની સુરક્ષા પણ સખ્ત કરી દેવાઈ છે. જેથી હાલમાં તમામ સ્થાનો પર પોલીસનો વધારાનો કાફલો ખડકી દેવાયો છે.

યૂપી પોલિસનાં એક આલા અધિકારીએ જણાવ્યા મુજબ ધમકી ભરેલો આ પત્ર ગયા મહીને ઉત્તર રેલ્વેએથી મળ્યો હતો કે જે લશ્કર એ તૈયબા કમાન્ડર મૌલાના અબૂ શેખ તરફથી મોકલવામાં આવ્યો હતો. આ પત્રમાં 6થી 10 જૂનની વચ્ચે ધમાકો કરવાની ધમકી આપવામાં આવી છે.

દરેક જગ્યાઓ પર શંકાસ્પદોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસનાં જવાનો પણ ત્યાં સિવિલ ડ્રેસમાં ઉતારી દેવામાં આવ્યાં છે. તપાસનું અભિયાન પણ વિશેષ રીતે ચલાવવામાં આવે છે. સંદિગ્ધ સામાન અને વસ્તુઓ પર પણ નજર રાખવામાં આવશે.

You might also like