આ તે કેવો ન્યાય: ગેન્ગ રેપ બદલ માત્ર પાંચ ચપ્પલની સજા!

લખનૌ: ઉત્તર પ્રદેશના એક ગામમાં એક મહિલા સાથે સામુહિક બળાત્કાર થયો અને ગામની પંચાયતે આ દુષ્કર્મ કરનારા આરોપીને સજા મળી માત્ર પાંચ ચપ્પલની. બે યુવકોએ ચપ્પાની અણીએ મહિલા સાથે ગેન્ગ રેપ કર્યો હતો અને જો કોઇને પણ ફરિયાદ કરશે તો તેના બાળકોને મારી નાંખવાની ધમકી આપી હતી.

આ ઘટના છે ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં આવેલા ગઢમુક્તેશ્વર ગામની. આ ગામની પંચાયતે આવું હિટલરશાહી ફરમાન જાહેર કર્યું છે. પંચાયતે આરોપીઓને સજા સંભળાવ્યા બાદ તેને હક આપ્યો હતો કે તે આરોપીઓને પાંચ પાંચ ચપ્પલ મારે. પંચાયતે આરોપીઓને પાંચ લાખ રૂપિયા દંડ પેટે પણ ભરવા કહ્યું હતું. પરંતુ બાદમાં પંચાયતે તેમના પ્રત્યે નરમ વલણ દેખાડતાં એક આરોપી માત્ર સવા લાખ આપીને છુટી ગયો હતો જ્યારે કે બીજો આરોપી દંડ ભરી ન શકતાં તેને જાહેરમાં ચપ્પલ મારવામાં આવ્યા હતા.

આ મામલે સિંભાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ છે. પરંતુ પોલીસ પંચાયત દ્વારા સજા આપી હોવાની વાતથી અજાણ છે. મામલો મીડિયામાં આવ્યા બાદ પોલીસે તેની તપાસ શરૂ કરી છે.

You might also like