દિલ્હી બાદ ઉત્તરપ્રદેશને પણ ગતિશિલ સરકારની જરૂર : મોદી

ગોરખપુર : વડાપ્રધાન મોદીએ આજે ગોરખપુર ખાતે એક રેલી સંબોધિત કરી હતી. તેઓ ફર્ટીલાઇઝરનાં કારખાનાનું ઉદ્ધાટન કરવા તથા એમ્સનો શિલાન્યાસ કરવા માટે ગોરખપુર આવ્યા હતા. આ પ્રસંગે તેમણે લોકોને જણાવ્યું કે દિલ્હી બાદ હવે ઉત્તર પ્રદેશમાં પણ ગતિશિલ સરકારની જરૂર છે. મોદીએ કહ્યું કે દેશ તથા પ્રદેશમાં જાતીવાદ તથા પરિવારવાદથી વિકાસ શક્ય નથી. દિલ્હી બાદ હવે લખનઉમાં પણ ગતિશિલ સરકારની જરૂર છે.

મોદીએ કહ્યું કે, ઉત્તરપ્રદેશ દ્વારા મને અગાઉ પણ પ્રેમ મળ્યો છે અને હવે પણ મળશે તેવી આશા છે. મોદીએ કહ્યું કે આઝાદીનાં 70 વર્ષ પછી પણ દેશમાં 18500 ગામ એવા છે જ્યાં વિજળી તો ઠીક પણ વિજળીનો થાંભલો પણ નથી. અમે 340 દિવસોમાં 9033 ગામમાંવિજળી પહોંચાડી છે. ઉત્તરપ્રદેશમાં પણ 1500 ગામ એવા છે જે 18મી સદીમાં જીવી રહ્યા હતા જે હવેવિકસ્યા છે. હવે પોણા બે ગામ બાકી છે.

ગોરખપુરમાં એમ્સનો શિલાન્યાસ કરવા અંગે મોદીએ કહ્યું કે આ વિસ્તારમાં કેટલાય બાળકો રસીનાં અભાવે દિવ્યાંગ બન્યા. પરંતુ હવે એવું નહી થાય. અહીના લોકો સ્વસ્થય જીવન પસાર કરી શકશે. એમ્સ આ વિસ્તારની જરૂરત છે. 700 બેડની દરેક સુવિધાઓથી યુક્ત હોસ્પિટલ ચાલુ કરવામાં આવશે. ભાઇઓ બહેનોને બાળપણમાં જ નહી મરવા દેવામાં આવે. આ જ કારણે આજ અહીં એમ્સનું ઉદ્ધાટન કર્યું છે. હવે અહીનાં બાળકોને કઇ બિમારી નહી મારી શકે. હવે તેમને જીવન મળશે.

ઇન્દ્રધનુષ યોજના હેઠળ આખા દેશમાં 50 લાખ માતાઓ, બહેનો તથા બાળકોને ઝુંપડીમાંથી શોધીને પણ તેમને રસી આપીને સરકારે ઘણુ પુન્યનું કામ કર્યું છે. વડાપ્રધાન મોદીએ ગોરખપુરમાં ગત્ત 26 વર્ષથી બંધ પડેલા ફર્ટીલાઇઝરનું કારખાનું એકવાર ફરીથી ખુલવાનું શ્રેય જનતાને આપવા માંગો છો.

You might also like