ભાજપનાં મહિલા સાંસદને ચામખી ઉખાડી નાખવાની ધમકી આપી

નવી દિલ્હી : ઉત્તરપ્રદેશની બારાબંકી બેઠક પરથી લોકસભાનાં સાંસદ પ્રિયંકાસિંહ રાવની તોછડાઇનો વીડિયો બહાર આવ્યો છે. જેમાં તેઓ એક પોલીસ અધિકારી સાથે ગેરવર્તણુંક કરતા સ્પષ્ટ જોઇ શકાય છે. પ્રિયંકા સિંઘ સ્પષ્ટ રીતે પોલીસ અધિકારીને ખખડાવતા ખાલ ઉથેડી દેવાની ધમકી આપતા સ્પષ્ટ જોઇ શકાય છે. આ અંગે પુછવામાં આવતા તેઓએ પત્રાકારો સાથે પણ તોછડાઇ કરી હતી.

માહિતી અનુસાર બારાબંકી બેઠક પરથી ભાજપનાં સાંસદ પ્રિયંકાસિંહ રાવતએ એડિશન સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ ગ્યાનેન્દ્રસિંહને ફોન કર્યો હતો. ફોન કોલ દરમિયાન તેઓ ગ્યાનેન્દ્ર પર ગેરવર્તણુંક કરવાનો આરોપ મુકતા જણાય છે. તેઓ એટલેથી અટક્યા ન હતા અને ઉમેર્યું કે હું તમારી મલાઇ (બિનકાયદેસર સંપત્તિ) બહાર કઢાવીશ અને ચામડી પણ ઉતારાવડાવીશ.

પત્રકારોએ પુછતા તેમણે કહ્યું કે ગઇ સરકારમાં તેમણે ઘણુ ભેગુ કર્યું છે. જો બરાબર કામ નહી કરે તો ચામડી ઉખાડી નાખીશ. જો કે પ્રિયંકા સિંહનો આરોપ છે કે તેઓ એક હત્યાનાં કેસની તપાસ કરી રહ્યા છે. તેમાં થયેલી પ્રગતિ અંગે પુછવા માટે ફોન કર્યો ત્યારે ગ્યાનેન્દ્રસિંહે યોગ્ય જવાબ આપ્યો નહોતો. કહ્યું કે હું પોલીસ છું મને ખબર છે કે હુંશું કરૂ છું.

You might also like