યુપીના પ્રધાને લેડીઝ અંડરગાર્મેન્ટ વહેંચ્યાનો વિવાદ વકર્યો

વારાણસી: યુપી સરકારના ધર્માર્થકાર્ય રાજ્યપ્રધાન વિજય મિશ્રાઅે કર્મચારીઅોના હોળી ગેટ ટુગેધરમાં કરેલી મજાકથી તેઅો વિવાદમાં ઘેરાયા છે. મંચ પર કર્મચારીઅોઅે તેમની પાસે એ ગિફ્ટ વહેંચાવી દીધી, જેમાં લેડીઝ અંડરગાર્મેન્ટથી લઈને લિપ‌િસ્ટક, બંગડીઅો, બિંદી અને કાજલ સામેલ હતાં.

પ્રધાને જે ગિફ્ટ કર્મચારીઅોને વહેંચી તેને બધાંઅે મંચ પર જ ખોલીને જોઈ. કેટલાક કર્મચારીઅોઅે તો અંડરગાર્મેન્ટ એકબીજા પર ઉછાળ્યા. અા અાખા સમારંભનો વીડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. ભાજપે અા કેસમાં સમાજવાદી પાર્ટીના નેતૃત્વને લપેટમાં લીધું છે. ભાજપના સ્થાનિક નેતા લક્ષ્મણ અાચાર્યઅે કહ્યું કે સમાજવાદી પાર્ટીનું નેતૃત્વ બેજવાબદારીભર્યાં નિવેદનો અાપતું રહે છે. પોતાના વતન ગાઝીપુર પહોંચેલા ધર્માર્થકાર્ય પ્રધાન વિજય મિશ્રા સોમવારે હોળીના ગેટ ટુગેધર ફંક્શનમાં ચીફ ગેસ્ટ તરીકે અાવ્યા હતા.

ગુલાલ લગાવવાની સાથે શુભેચ્છાઅોની પણ અાપલે થઈ. ત્યાર બાદ પ્રધાને ભેટ-સોગાદોની વહેંચણી કરી. શરત મુજબ જ્યારે લોકોઅે તે ગિફ્ટ ખોલીને જોઈ તો લોકો હેરાન રહી ગયા. અા સમારંભમાં કોઈ મહિલા કર્મચારી સામેલ ન હતા. વરિષ્ઠ અધિવક્તા અહતેશામ અાબદીનું કહેવું છે કે પ્રધાન દ્વારા અાવી ગિફ્ટની વહેંચણી શોભાસ્પદ નથી.

You might also like