ઉત્તર પ્રદેશના મંત્રીના દારૂ માટે આપેલ નિવેદનથી ખળભળાટ

લખનૌ: યુપીના કેબિનેટ મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે દારૂ મામલે જાતિ વિશેષ નિવેદન કર્યું હતું. આ નિવેદન વિવાદીત હોવાના કારણે ભારે હોબાળો થયો હતો.

લખનૌ સ્થિત તેમના ઘર બહાર લોકોએ હોબાળો કર્યો હતો અને વિરોધ દર્શાવ્યો હતો. ઓમપ્રકાશે વારાણસીના પ્રવાસ દરમિયાન કહ્યું હતું કે, યાદવ અને રાજપૂતો દારૂ વધારે પીવે છે.

આ નિવેદનથી નારાજ સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓએ લખનૌમાં આવેલા મંત્રીના નિવાસ બહાર ટામેટા ફેંકીને વિરોધ નોંધાવ્યો હતો.

તેમણે દારૂબંધી થવી જોઈએ તેવું નિવેદન કર્યું હતું અને બાદમાં કહ્યું હતુ કે, ”દારૂ અનેક લોકોને ખતમ કરી રહી છે. ત્યારે યાદવો અને રાજપૂતો દારૂ પીવાના શોખીન છે અને તેઓ પેઢીઓથી આ શોખ રાખે છે.” ઓમ પ્રકાશે વધુમાં કહ્યું કે, 15 વર્ષથી તેઓ દારૂબંધીનો કાયદો લગાવવા પ્રયત્ન કરી રહ્યા છે. જો કે હાલતો તેમના નિવેદનને લઈને ભારે હોબાળો થયો છે.

You might also like