યુપીમાં મસ્જિદમાંથી નમાજ પઢી નીકળી રહેલા શખ્સ પર ફાયરિંગ

મઉ: ઉત્તર પ્રદેશના મઉની એક મસ્જિદમાંથી નમાજ પઢી બહાર નીકળી રહેલા શખ્સ પર બાઈક પર આવેલા હુમલાખોરો ફાયરિંગ કરી મસ્જિદમાં ભૂંડનું માંસ ફેંકીને ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ આ વિસ્તારમાં કોમી તંગદિલી ફેલાઈ ગઈ હતી.

મઉની આ ઘટના બાદ મસ્જિદ બહાર અને ગામમાં મોટી સંખ્યામાં સુરક્ષાદળોને બંદોબસ્તમાં ગોઠવી દેવાયાં છે. હાલ આ વિસ્તારમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ છે અને આ ઘટનામાં સંડોવાયેલા હુમલાખોરોને તાકીદે પકડવા માગણી થઈ રહી છે. અા અગાઉ પણ મઉંંમાં આવી ઘટના બની ચૂકી છે. તેથી આ વિસ્તારને સંવેદનશીલ માનવામાં આવી રહ્યો છે. કહેવાય છે કે આ ઘટના બની હતી તે જગ્યાએ સીસીટીવી કેમેરા લાગેલા નથી, કારણ આ ગ્રામીણ વિસ્તાર છે. તેથી હાલ પોલીસને હુમલાખોરની ભાળ મેળવવામાં ભારે મુસીબત પડી રહી છે, જોકે હજુ સુધી આ બનાવમાં કોઈની ધરપકડ થઈ નથી.
http://sambhaavnews.com/

You might also like