ગોરખપુર ઘટના પર મંત્રીનો શરમજનક નિવેદન, CM બોલ્યા ‘ગંદકી’ જવાબદાર

ગોરખપુર: યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું કહેવું છે કે ઓક્સીજનના કારણે નહીં પરંતુ ગંદકી અને બીમારીઓના કારણે મરી ગયા છે. તો બીજી બાજુ એમના સ્વાસ્થ્ય મંત્રી કહી રહ્યા છે કે એવું નથી કે એમની સરકાર આ મોચ પર સંવેદનશીલ નથી. હોસ્પિટલમાં તો બાળકો ઓક્સીજનના ખામીથી ગૂંગળાઇને મરી જ ગયા પરંતુ આ નેતાઓની વાણી સાંભળ્યા બાદ એવું લાગે છે કે એમની પાસે કદાચ માણસાઇ જેવું રહ્યું નથી.

યૂપીના સ્વાસ્થ્ય મંત્રી સિદ્ધાર્થ નાથે કહ્યું કે ઓગસ્ટમાં તો બાળકો મરે જ છે. એમાં નવી વાત શું છે. મોતના આંકડાને ઘુમાવતા મંત્રીએ જણાવ્યું કે કોણ કયા મહિનામાં મરે છે. છ દિવસમાં 64 અને બે દિવસમાં 34 મોતથી ધ્યાન હટાવવા માટે એમને જણાવવું પડ્યું કે 2014માં ઓગસ્ટના મહિનામાં 567 બાળકો મૃત્યુ પામ્યા છે.

મંત્રીજીએ પોતે કહ્યું કે 10 ઓગસ્ટની સાંજે સાત વાગ્યાછી દસ વાગ્યે 5 મિનીટ સુધી લિક્વિડ ગેસ સપ્લાય ડિપ થઇ. પછિ સિલેન્ડરનો સહારો લીધો. સિલેન્ડરથી પણ પણ ઓક્સીજન ખત્મ થઇ ગયો ત્યારે અમ્બૂ બેગ્સને પંપ કરીને શ્વાસ આપવામાં આવ્યો હતો. પરંતુ બધું જ અઢી કલાકમાં બરોબર થઇ ગયું અને આ અઢી કલાકમાં સાત બાળકોના મોત થયા. મંત્રીએ એવું સાબિત કરવા ઇચ્છતા હતા કે બીઆરડી મેડિકલ કોલેજમાં ભરતી બાળકો ઓક્સિજનની ખામીને કારણે નહીં પરંતુ બીમારીથી મર્યા છે. એટલે કે એમને તો મરવાનું જ હતું.

http://sambhaavnews.com/

You might also like