સ્વતંત્રતા દિવસે મદરેસામાં દેશભક્તિનો લિટમસ ટેસ્ટ

લખનઉ : યુપીનાં મદરેસા શિક્ષણ પરિષદે રાજ્યનાં તમામ મદરેસાને સ્વતંત્રતા દિવસ પ્રસંગે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા અને રાષ્ટ્રગીત ગાવા માટેનાં નિર્દેશો આપ્યા છે. ખાસ વાત છે કે અનિવાર્ય રીતે તેનું વીડિયો રેકોર્ડિંગ કરવા માટેનાં પણ આદેશ અપાયા છે. સ્વતંત્રતા દિવસ પર આ પ્રકારનાં નિર્દેશ પહેલી વખત આપવામાં આવ્યા છે. અહવે આ મુદ્દે વિવાદ પેદા થઇ ચુક્યો છે. મદરેસા સંચાલકોનું કહેવું છે કે આ પ્રકારનાં નિર્દેશોઇશ્યુ કરવાનો સીધો અર્થ છે કે તેમની દેશભક્તિ પર શંકા કરવામાં આવી રહી છે.

યુપીનાં મદરેસા શિક્ષણ પરિષદની તરફથી 3 ઓગષ્ટે લખવામાં આવેલા પત્રમાં તમામ મદરેસાનો નિર્દેશ આપવામાં આવવાની સાથે સ્વતંત્રતા દિવસ પ્રસંગે આ પ્રકારનાં આયોજનોની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીનાં પણ આદેશો આપવામાં આવ્યા હતા. પત્રમાં કહેવામાં આવ્યું કે આ વીડિયો અને ફોટોગ્રાફીનો ઉપયોગ ભવિષ્યમાં પ્રોત્સાહન માટે કરવામાં આવશે.

સમગ્ર પત્રમાં કુલ 7 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
1. ઝંડાને ફરકાવવાની સાથે રાષ્ટ્રગીત ગાવામાં આવે.
2. સ્વતંત્રા દિવસ પ્રસંગે શહિદોને શ્રદ્ધાંજલી પણ આપવામાં આવે.
3. સ્વતંત્રદા દિવસના મહત્વ અંગે પણ સમજ આપવામાં આવે.
4. મદરેનાં વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રગીતોનું પ્રસ્તુતીકરણ કરવામાં આવે.
5. સ્વતંત્રતા દિવસની પૃષ્ટભુમી અને સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેનારા સ્વતંત્રતા સેનાઓ અને શહીદો અંગે પણ માહિતી આપવમાં આવે.
6. રાષટ્રીય એકતા પર આધારિત સંસ્કૃતિક કાર્યક્રમ/રમતગમતની પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવે.
7. મીઠાઇ વહેંચવામાં આવે.

Letter

You might also like