યોગી ‘રાજ’માં શાળામાં ફરજિયાત યોગ, પહેલા ધોરણથી ભણાવાશે અંગ્રેજી

નવી દિલ્હી: યૂપીમાં યોગી આદિત્યનાથની સરકાર હવે સ્કૂલ શિક્ષાની ઓલરહોલિંગમાં લાગી ગઇ છે. ડેપ્યુટી સીએમ અને શિક્ષા મંત્રી જિનેશ શર્માએ કહ્યું છે કે રાજ્યની શાળાઓમાં યોગ શિખવાડવામાં આવશે.

યોગ શારીરિક શિક્ષાના સિલેબસમાં સમાવેશ કરવામાં આવશે. શારીરિક શિક્ષા યૂપીની દરેક સરકારી સ્કૂલોમાં ફરજિયાત છે. હવે યૂપીના બાળકોને યોગનો પાઠ પણ ફરજિયાત રીતે ભણાવવો પડશે.

દિનેશ શર્માએ જણાવ્યું કે રાજ્યના સ્કૂલોમાં હવે અંગ્રેજી પહેલા ધોરણથી જ પાઠ્યક્રમનો ભાગ બનશે. જો કે હાલમાં સરકારી સ્કૂલોમાં છઠ્ઠા ધોરણ બાદ અંગ્રેજી ભણાવવામાં આવે છે. યોગી આદિત્યનાથે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે શિક્ષા વ્યવસ્થામાં સંસ્કૃતિ અને આધુનિકતાનો મેળ હોવો જોઇએ.

આ સાથે યૂપી સરકારે સ્કૂલ શિક્ષામાં પારદર્શી રીતે શિક્ષકોની ભરતીનું પણ વચન આપ્યું છે. શિક્ષા મંત્રી જણાવ્યા અનુસાર પરીક્ષાઓમાં ચોરી કરતાં રોકવા માટે પરીક્ષાઓ દરમિયાન સીસીટીવી કેમેરાથી મોનેટરિંગ થશે. આટલું જ નહીં, સ્કૂલોમાં 220 દિવસ સુધી અભ્યાર ફરજિયાત કરવામાં આવશે.

http://sambhaavnews.com/

You might also like