યોગી સરકારનો મદરેસાઓને કડક આદેશ, 15 ઓગષ્ટનાં રોજ ધ્વજવંદન ફરજિયાત

ઉત્તરપ્રદેશઃ યોગી સરકારે ફરી એક વાર રાજ્યની મદરેસાઓ માટે એક મહત્વનો આદેશ રજૂ કર્યો છે. 15 ઓગસ્ટે સ્વતંત્ર દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે કે જેમાં તમામ મદરેસાઓને 15 ઓગસ્ટે સવારે 8 વાગે ધ્વજવંદન અને રાષ્ટ્રગાન થશે.

ત્યાર બાદ 8 વાગ્યાને 10 મિનિટે સ્વતંત્રતા સંગ્રામનાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. જો કે યોગી સરકારે આ પહેલા કરેલા આદેશ કરતા થોડો ઘણોક ફેરફાર કરવામાં આવ્યો છે કે જેમાં આ વખતે મદરેસાઓને વીડિયોગ્રાફીમાંથી મુકિત આપવામાં આવી છે. આ પહેલાનાં આદેશમાં ધ્વજવંદન અને રાષ્ટ્રગાનની સાથે વીડિયોગ્રાફી કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

આ વખતે ધ્વજવંદન અને રાષ્ટ્રગાન બાદ મદરેસાઓનાં બાળકો પરિસરમાં વૃક્ષારોપણ, રાષ્ટ્રીય એકતા પર આધારિત કાર્યક્રમો કરશે. યોગી સરકારમાં અલ્પસંખ્યક મંત્રી લક્ષ્મીનારાયણ ચૌધરીએ તમામ મદરેસાઓને આ આદેશ જારી કર્યો છે.

You might also like