માયાવતીને અપશબ્દ બોલનાર દયાશંકર સિંહની BJP માં વાપસી

નવી દિલ્હી: યૂપીમાં ભાજપને મળેલી જીત બાદ પાર્ટીના પૂર્વ ઉપાધ્યક્ષ દયાશંકર સિંહનો સિયાસી વનવાસ પૂરો થઇ ગયો છે. એમની પત્ની સ્વાતિ સિંગ લખનઉની સરોજની નગર સીટથી ચૂંટણી જીતી છે.

સ્વાતિ સિંહે સરોજની નગર સીટથી મુલાયમ સિંહના ભત્રીજા અનુરાગ યાદવને 34,047 વોટોથી પછાડી દીધો હતો. જીત બાદ સ્વાતિ સિંહે વિધાનસભામાં મહિલાઓથી જોડાયેલા મુદ્દો ઉઠાવવાનો વાયદો કર્યો. જો કે દયાશંકર સિંહએ નિષ્કાસનના પ્રશ્નોને ટાળી દઇને કહ્યું હતું કે આ બાબતે અંતિમ નિર્ણય પાર્ટીના નેતા કરશે.

ગત વર્ષે દયાશંકર સિંહે માયાવતી વિરુદ્ધ વિવાદીત નિવેદન આપ્યું હતું. ભાજપે વિવાદથી બચવા માટે દયાશંકરને પાર્ટીમાંથી બહાર નિકાળી દીધા હતા. ત્યારબાદ બીએસપી નેતાઓએ સ્વાતિ સિંહના પરિવાર વિરુદ્ધ જીભાજોડી કરી તો સ્વાતિ સિંહ પણ મેદાનમાં ઊતરી આવી. એમના આક્રમક વલણ બાદ ભાજપે પહેલા એમને રાષ્ટ્રીય મહિલા મોર્ચાના અધ્યક્ષ બનાવ્યા અને બાદમાં સરોજની નગર સીટથી ટિકીટ આપી.

http://sambhaavnews.com/

You might also like