માયાવતી પર PM મોદીનો પ્રહાર, BSP ને કહી બહેનજી સંપત્તિ પાર્ટી

ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કાનું મતદાન થયા બાદ હવે ચોથા તબક્કા માટે પ્રચાર જોરશોર ચાલુ છે. આ વચ્ચે સોમવારે પ્રધાનમંત્રી મોદીએ ઝાંસીના ઉરઇમાં રેલીને સંબોધિત કરતાં કહ્યું કે યૂપીમાં સૌથી ખરાબ હાલત બુંદેલખંડની થઇ છે.

– સપા અને બસપા એકબીજના કટ્ટર દુશ્મન છે, પરંતુ નોટબંધીના મુદ્દા પર એક સાથે હતા.

– ભાજપ વચન આપે છે કે બુંદેલખંડની અવાજ સાંભળવામાં આવશે.

– નોટબંધી બાદ સપા, બસપા, કોંગ્રેસ દરેક એક સાથે થઇ ગયા.

– મોદી બોલ્યા બહેનજીએ કહ્યું કે નિર્ણયને લઇને પૂરી તૈયારી કરવામાં આવી નહતી, શું સરકારે કે તમે તૈયારી કરી નહતી.

– મોદી બોલ્યા બહેનજીની પાર્ટીએ નોટબંધી બાદ સૌથી વધારે પૈસા જમા કર્યા બસપાનું નવું નામ છે બહેનજી સંપત્તિ પાર્ટી

– સપા, બસપા અને કોંગ્રેસને બુંદેલખંડથી સાફ કરી નાંખો.

– 70 વર્ષમાં બુંદેલખંડની જે બરબાદી થઇ છે એને ખાડામાંથી નિકાળવા માટે દિલ્હી અને લખનઉમાં ભાજપનું એન્જીન લગાવવું પડશે.

– બુંદેલખંડમાં લખનઉથી નેતા માત્ર ગેરકાનૂની ખનન માટે જ આવે છે, અહીંયા લોકોની સંપત્તિ લૂંટાવામાં આવી છે.

– આપણે એક ફોર્સ બનાવીશું જેનાથી ગેરકાયદે ખનન અટકશે.

– સેટેલાઇટ દ્વારા બુંદેલખંડમે મદદ કરી શકાય છે.

– બુંદેલખંડને બચાવવા માટે સેટેલાઇટનો ઉપયોગ કરવામાં આવશે, ગેરકાયદેસર ખનન કરનાર લોકોને બેકાર પણ કરી દેવામાં આવશે.

– ગરીબ મા-બાપની ઇચ્છા હોય છે કે બાળકને સારું શિક્ષણ મળે, પરંતુ શું કારણ છે કે ઉત્તર પ્રદેશમાં પ્રાથમિક શિક્ષાના એડમિશનમાં શરૂઆતના 20 રાજ્યોમાં ઉત્તરપ્રદેશનું નામ નથી.

– આપણાં દેશમાં સરેરાશ વ્યક્તિ આવકમાં ઉત્તર પ્રદેશ પહેલા 20 રાજ્યોમાં સમાવેશ થયો નહતો, અહીંયા ભ્રષ્ટાચાર, ગેરવહીવટના મૂળો જમા છે.

– મેં એક સભામાં કહ્યું હતું કે કૌંભાડ વિરુદ્ધ લડાઇ છે એની પર તોફાન થઇ ગયું છે, SCAM નો અર્થ છે સમાજવાદી, કોંગ્રેસ, અખિલેશ, માયાવતી પરંતુ કોંગ્રેસના નેતાને આનો જવાબ આપતાં આવડ્યો નહીં. એમના માટે SCAM કરવો પણ સેવા થાય છે.

– આ ચૂંટણીમાં તમારી પાસરે ચાન્સ છે કે તમે ઉત્તરપ્રદેશમાંથી સ્કેમને બહાર નિકાળો.

– ત્રણ તબક્કની ચૂંટણી માટે ઉત્તર પ્રદેશની જનતા અને ચૂંટણી પંચને શુભેચ્છા, ત્રણ તબક્કા પછી આ સ્પષ્ટ છે કે ભાજપની સરકાર બનવી નક્કી છે.

– ઉત્તર પ્રદેશમાં લોકોની સુનવણી થતી નથી, અહીની કાયદા વ્યવસ્થા ખૂબ ખરાબ છે.

– જ્યારે સપાની સરકાર હોય તો અહીંનું થાણું પણ સપાનું કાર્યલય થઇ જાય છે અને બસપાની સરકાર હોય તો બસપાનું કાર્યાલય થઇ જાય છે.

– ગરીબોની જમીનને બાહુબલી લોકો ગેરકાયદેસર રીતે કબ્જો કરી લે છે, એ દરેક વિરુદ્ધ અમારી સરકાર એક ચલવળ ચલાવશે એમને જેલમાં નાંખી દેવામાં આવશે.

– ગુજરાતના કચ્છમાં આજથી 20 વર્ષ પહેલા કોઇ સરકારી કર્મચારીનું કચ્છમાં ટ્રાન્ફર થતું હતું તો એને લાદતું હતું કે કાળા પાણીમાં નાંખી દીધો, પરંતુ આજે એ જિલ્લાનો સૌથી વિક્સિત જિલ્લામાં સમાવેશ થાય છે. જો ઇરાદો સાચો હોય તો વિકાસ થઇ શકે છે.

– આજના સમયમાં ખેડૂતોની સૌથી ખરાબ પરિસ્થિતિ બુંદેલખંડમાં છે, ભાજપની સરકાર બનતાં જ ખેડૂતોની લોન માફ કરી દેવામાં આવશે. ઉત્તરપ્રદેશના સાંસદ હોવાના કારણે એ વચન આપું છું કે પહેલી મિટીંગમાં ખેડૂતોની લોન માફીનો નિર્ણય લઇ લેવામાં આવશે.

You might also like