UP ચુંટણી: 5મા તબક્કામાં 57.36 ટકા થયું મતદાન

નવી દિલ્લી: ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલી વિધાન સભાની ચુંટણીના પાચંમા તબક્કામાં સોમવારે અવધ અને પૂર્વાંચલના 11 જિલ્લાઓની 51 સીટો પર મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે. રાજ્યના મુખ્ય ચુંટણી અધિકારી ટી. વેંકટેશના જણાવ્યા પ્રમાણે કુલ 57.36 ટકા મતદાન થયું છે. 2012ની વિધાનસભા ચુંટણીમાં આ સીટો પર કુલ 57.09 ટકા વોટ નંખાયા હતા.

સાંજના પાંચ વાગ્યે જ્યારે મતદાનનો સમય પૂર્ણ થયો તે સમયે ઘણાં કેન્દ્રો પર મતદારોની લાઈનો લાગી હતી. સૌથી વધુ 64.88 ટકા વોટ આંબેડકર નગમાં પડ્યા હતા. સવારના મતદાન ધીમી રફતારે શરૂ થયું હતું અને દિવસના અંત સુધીમાં લાંબી લાંબી લાઈનો લાગવા માંડી હતી.

આ 11 જિલ્લમાં ઉમેદવારો સિવાય પણ રાજકીય દળોના ઘણા પ્રમુખ નેતાઓને પણ મતદાન કર્યા હતા. અમેઠી રાજઘરોના રાજા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સંજય સિંહ સહિત બંને રાણીઓ અમિતા અને ગરિમા સિંહે પણ મતદાન કર્યું. યુપી સરકારમાં કેબિનેટ મંત્રી ગાયત્રી પ્રજાપતિ સવાર સવારના પોલિંગ બૂથ પર વોટિંગ કરવા માટે પહોંચ્યા હતા.

You might also like