યૂપીની 49 સીટો પર વોટિંગ શરૂ, પીએમએ પ્રજાને વોટિંગ માટે કરી અપીલ

લખનઉઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીનું છઠ્ઠા તબક્કામાં 49 સીટો પર મતદાન શરૂ થઇ ગયું છે. સવારે સાત વાગ્યાથી વોટિંગ શરૂ થઇ ગયું છે. જે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે. સવારથી જ પોલિંગ બૂથ પર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. કુશીનગરના બે બૂથો પર એવીએમ મશીનમાં ખરાબી હોવાની વાત સામે આવી છે. બૂથ સંખ્યા 344 અને 322 પર મતદાન હાલ પૂરતું બંધ છે. હાલ ત્યાં ઇવીએમ મશીન બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. બલિયાથી બસપાના પ્રતિસ્પર્ધી અને કદ્દાવર નેતા અંબિકા ચૌધરીના પુત્રની પોલીસે ધરપકડ કરી લીધી છે. સપાના સંગ્રામ સિંહના ઘરે મારા મારી થઇ હોવાની ઘટના સામે આવી છે. ગોરપુરમાં યોગી આદિત્યનાથે વોટિંગ કર્યું છે.

ગોરખપુરના બીજેપી સાંસદ યોગી આદિત્યનાથે વોટિંગ કર્યું છે. ત્યારે બાદ તેમણે કહ્યું છે કે વિકાસ અને રાષ્ટ્રવાદ બીજેપીનો મુદ્દો છે. આદિત્યનાથે કહ્યું છે કે સપા-બસપા પાસે વિકાસની આશા રાખવી ખોટી સાબિત થશે. તેમણે કહ્યું કે તેઓ ધ્રૃવીકરણની રાજનીતિ નહીં કરે. ધ્રુવીકરણની રાજનીતિ સપા-બસપા કરશે. સીએમને ચહેરો ન થવા અંગે યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે સપા અને બસપા પાસે એક એક ચહેરા સિવાય બીજુ કાંઇ નથી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વોર્ટસને વોટિંગ માટે અપીલ કરી છે. પીએમએ ટવીટર પર ઉત્તર પ્રદેશમાં ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે લોકોને મોટા પ્રમાણમાં મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે લોકતંત્રના ઉત્સવમાં લોકોને શામેલ થવા જણાવ્યું છે. સાથે મણિપુરના મતદાતાઓને પણ પહેલા તબક્કામાં રેકોર્ડ વોટિંગ કરવાની અપીલ કરી છે.

You might also like