યૂપીની ચૂંટણી માટે કોંગ્રેસની બ્લ્યૂપ્રિંટ તૈયાર, પ્રિયંકા ગાંધી બનશે ચહેરો!

લખનઉ: યૂપી વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસના ચૂંટણી પ્રભારી ગુલામ નબી આઝાદ સાથે મુલાકાત કરી. રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં પ્રિયંકાની ભૂમિકાને વધારવા માટે આઝાદે એક બ્લ્યૂપ્રિંટ તૈયાર કરી ગાંધીને આપી. હાલ પ્રિયંકા ગાંધીની ભૂમિકા વધારવા માટેના પ્રસ્તાવ પર પાર્ટી વિચાર કરી રહી છે.

ગુલાબ નબી આઝાદે આ બ્લ્યૂપ્રિંટ ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોની મુલાકાત કરીને પાર્ટીના સભ્યો સાથે સલાહ-સૂચન કરીને તૈયાર કરવામાં આવી છે. આઝાદે યૂપી ઇલેક્શન ઇનચાર્જનું પદ સંભાળતાં જ એમ કહ્યું હતું કે રાજ્યના પાર્ટી કાર્તકર્તા ઇચ્છે છે કે પ્રિયંકા ગાંધી અમેઠી અને રાયબરેલીની બહાર પણ ચૂંટણી પ્રચાર કરે.

પ્રિયંકાને મળી શકે છે આ જવાબદારીઓ
1. સોનિયા અને રાહુલ સાથે ચૂંટણી રેલીઓમાં પ્રિયંકા પણ ભાગ લે.
2. અમેઠી અને રાયબરેલી ઉપરાંત પ્રિયંકા ગાંધી પોતે રેલી કરે અને લોકોને સંબોધિત કરે.
3. પ્રિયંકા ચૂંટણી પ્રચાર કમિટીનો ભાગ બને.
4. પ્રિયંકાને ફક્ત રાયબરેલી અને અમેઠી સુધી સીમિત રાખવામાં ન આવે.

પાર્ટી હાઇકમાન્ડહવે આ બધા પાસાઓ પર વિચાર કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે યૂપી વિધાનસભા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીની ભૂમિકાને લઇને ટૂંક સમયમાં મોટી જાહેરાત થઇ શકે છે.

પ્રિયંકાના આવતાં કાર્યકર્તા ઉત્સાહિત
વારાણસી પહેલાં પૂર્વ સાંસદ રાજેશ મિશ્રને પૂછવામાં આવ્યું કે પ્રિયંકા આવી પણ જાય તો આ નબળી કોંગ્રેસને જીતાડશે કેવી રીતે, તો રાજેશ મિશ્રએ કહ્યું કે ‘કોંગ્રેસ ક્યારે પણ કેડર બેસ પાર્ટી રહી નથી, કોંગ્રેસ માસ બેસ પાર્ટી છે. પાર્ટી લાંબા સમયથી સત્તામાં નથી, એટલા માટે અમારા ઘણા નેતા આમતેમ જતા રહ્યાં છે. સપા, બસપા, અને ભાજપમાં અમારા જૂના નેતાઓના પરિવાર જ તો છે. પ્રિયંકા સામે આવશે તો જનતા કોંગ્રેસે પાછળ આવશે અને તમે જોશો કે ઘણા લોકો પાર્ટીમાં પરત ફરશે. જો કે વાત એ છે કે કોંગ્રેસનો માહોલ બનશે. મિશ્ર તે પ્રકારના નેતા છે જે પ્રદેશ અધ્યક્ષ માટે પ્રશાંત કિશોર દ્વારા ગઢવામાં આવેલા ફોર્મૂલામાં જાતિ અને ઉર્જા, બંનેની દ્રષ્ટિ વડે સમાવી શકે છે.

શહેરી મતદારો પર વધુ અસર
પાર્ટી એમ માનીને ચાલી રહી છે કે પ્રિયંકાના આવવાથી સૌથી વધુ અસર શહેરી મતદારો પર જોવા મળશે. સંયોગથી આ સીટો પર પારંપારિક રીતે ભાજપનો દબદબો રહ્યો છે. એટલે કે આ સીટો પર પારંપારિક વોટની સાથે પ્રિયંકાના આવવાથી આવેલો ઉત્સાહ અને બ્રાહ્મણ-મુસ્લિમ સમીકરણ મળીને કોંગ્રેસનું ભાગ્ય બદલી શકે છે.

100 સીટો જીતવાનું લક્ષ્ય
આમ પણ ગત વિધાનસભાની ચૂંટણીમાં 405માંથી ફક્ત 28 સીટો પ્રાપ્ત કરનાર આ વખતે 100 સીટો જીતવાનું લક્ષ્ય લઇને ચાલી રહી છે. જો ચૂંટણી ચારેય તરફ યોજાઇ તો કોંગ્રેસ ઓછા મત પ્રાપ્ત કરીને પણ પર્યાપ્ત સીટો પ્રાપ્ત કરી શકે છે. પરંતુ વિસ્તારમાં ચૂંટણી માહોલ, જાતિઓના માળખામાં વહેંચાયેલું રાજકારણ અને થોડા થોડા અંતરે થનાર સાંપ્રદાયિક પ્રયોગોમાં શું કોંગ્રેસનું અસ્ત્ર ખરેખર કામ આવશે.

You might also like