BJPની મહાજીત બાદ દિલ્હીમાં મહાજશ્નની ઊજવણી

નવી દિલ્હી: યૂપીમાં મળેલી ઐતિહાસિક જીત બાદ ભાજપ ઉજવણી કરવાના મૂડમાં છે. દિલ્હીમાં પાર્ટી હવે વિજય જૂલૂસ નિકાળવા જઇ રહી છે. ભાજપના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર, લી મેરિડીયન હોટલથી પાર્ટી ઓફિસ સુધીના 400 મીટરના અંતરના આ પગપાળા રોડ શોમાં પીએમ મોદીનો પણ સમાવેશ થશે.

મળતી જાણકારી અનુસાર પીએમ મોદી ભાજપ કાર્યાલય સુધી કારમાં જશે. એમની સાથે પાર્ટી અધ્યક્ષ અમિત શાહ ઉપરાંત ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાનો પણ સમાવેશ થાય છે. તો બીજી બાજુ ભાજપ મુખ્યાલય પહોંચવા પર પ્રધાનમંત્રીના ભવ્ય સ્વાગત અને અભિનંદનની યોજના કરાઇ છે, ત્યારબાદ યૂપીમાં સીએમ કેન્ડિડેટની પસંદગી માટે ભાજપ સંસદીય બોર્ડની બેઠક થશે.

પાંચ રાજ્યોમાં ચૂંટણીની જીત ફેલાઇ ગઇ છે અને હવે મુખ્યમંત્રીની પસંદગી કરવાની છે. એના માટે કવાયત હાથ ધરવામાં આવી છે. વેંકૈયા નાયડૂ, રામ લાલ, મનોજ તિવારી, વિજય ગોયલ, શ્યામ જાજૂ અને રમેશ બિઘૂડી બેઠક માટે અમિત શાહના ઘરે પણ પહોંચી ગયા છે.

આજે સાંજે 6 વાગ્યે દિલ્હીમાં ભાજપની સંસદીય બોર્ડની બેઠક થશે. આ મીટિંગમાં પાર્ટીના તમામ રાષ્ટ્રીય અને પ્રદેશ સ્તરના નેતાઓ હાજર રહેશે. બેઠક પહેલા પાર્ટીની હેડ ઓફિસમાં મોદીના જોરદાર સ્વાગતની તૈયારીઓ થઇ ગઇ છે. માનવામાં આવી રહ્યું છે કે ભાજપના રાજ્ય એકમના અધ્યક્ષ કેશવ પ્રસાદ મોર્ય સીએમની રેસમાં સૌથી આગળ છે. ગૃહમંત્રી રાજનાથ સિંહ, લખનઉા મેયર દિનેશ વર્મા, ગોરખપુરથી સાંસદ યોગી આદિત્યનાથ ઉપરાંક કેન્દ્રી. મંત્રી સંતોષ ગંગવાર અને મનોજ સિન્હાની દાવેદારીની પણ ચર્ચા શક્ય છે.

બેઠકમાં ઉત્તરાખંડના આગળના સીએમનું નામ પણ નક્કી થઇ શકે છે. આ રેસમાં સતપાલ મહારાજ, ભગત સિંહ કોશ્યારી અને રમેશ પોખરિયાલ નિશંકને સૌથી આગળ માનવામાં આવી રહ્યા છે. પાર્ટી મણિપુર અને ગોવામાં સરકાર બનાવવાની સંભાવના પર ધ્યાન આપવા જઇ રહી છે. ભાજપના ગોવામાં 9 ધારાસભ્યોના સમર્થકોનો દાવો કર્યો છે. મનોહર પર્રિકરએ રાજ્યપાલ સાથે સવારે 10 વાગ્યાનો મુલાકાતનો સમય માંગ્યો છે.

http://sambhaavnews.com/

You might also like