UP ચુંટણી 2017: સમાજવાદી પાર્ટીની પ્રથમ સૂચીમાં 191 નામ, શિવપાલ અને ગોપને ટિકિટ

લખનઉ: ઉત્તર પ્રદેશની વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધનની વાતચીતની વચ્ચે સત્તારૂઢ સમાજવાદી પાર્ટીએ 191 નેતાઓની પ્રથમ યાદી બહાર પાડી છે. આ યાદી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમે જાહેર કરી હતી. અખિલેશ યાદવે નેતાઓને ટિકિટ આપતા સમીકરણોને ધ્યાનમાં રાખ્યા છે.

સમાજવાદી પાર્ટીએ શિવપાલ સિંહ યાદવને ઇટાવાના જસવંતનગરથી અને કેબિનેટ મંત્રી અરવિંદ સિંહ ગોપને બારાબંકીના રામનગરથી ઉમેદવાદ બનાવવામાં આવ્યા છે.

પહેલા માનવામાં આવી રહ્યું હતું કે શિવપાલના દીકરા આદિત્ય યાદવને તેમની પરંપરાગત સીટ જસવંતનગરથી ટિકિટ આપવામાં આવશે. આ સાથે જ રામપુરથી આજમ ખાં અને રામપુરના સ્વારથી આજમ ખાંના દીકરા અબ્દુલ્લા આજમ ખાંને પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

You might also like