યુપીમાં ઠંડીથી પાંચ, રાંચીમાં બેનાં મોતઃ શ્રીનગરમાં -૪.૧ ડિગ્રી ઠંડી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં હાલ કાતિલ ઠંડી પડી રહી છે.ત્યારે તેની અસર યુપીમાં પણ પડતાં કાતિલ ઠંડીથી પાંચ લોકોનાં મોત થયાં છે. જ્યારે રાંચીમાં પણ બે વ્યકિતનાં મોત થયાં છે. બીજી તરફ શ્રીનગરમાં લઘુતમ તાપમાન માઈનસ 4.1 ડિગ્રી થઈ જતાં આ વિસ્તારમાં ઠંડી વધી ગઈ છે. જ્યારે ઠંડીના કારણે ધુમ્મસથી 72તી વધુ ટ્રેન મોડી દોડી રહી છે અને 36 ટ્રેન રદ કરવામાં આવી છે જ્યારે 33થી વધુ ટ્રેનના સમય બદલાવ્યા છે.

બીજી તરફ ગુલમર્ગમાં તાપમાન માઈનસ 1.4 ડિગ્રી નોંધાયું હતું. જોકે જમ્મુમાં દિવસે તાપ નીકળતા લોકોને ઠંડીમાંથી થોડી રાહત મળી છે. પહાડી વિસ્તારમાં બરફ વર્ષા થવાની આગાહી છે. તેથી હજુ આ વિસ્તારમાં ઠંડી ચાલુ રહેશે. જોકે દિલ્હીમાં દિવસે તાપ નીકળતાં લોકોએ રાહત અનુભવી છે. એકાએક ઠંડી વધી જતાં તેમજ ગાઢ ધુમ્મસ રહેતા દિલ્હીમાં 72થી વધુ ટ્રેન મોડી પડી રહી છે. જ્યારે 36 ટ્રેન રદ કરવામાં આવી છે અને 33થી વધુ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કાનપુરમાં થયેલી ટ્રેન દુર્ઘટનાના કારણે અનેક ટ્રેન મોડી પડી છે. જોકે હવાઈ સેવા પર કોઈ અસર પડી નથી. હવામાન વિભાગની આગાહી છે કે આગામી 24 કલાક હજુ ઠંડીની અસર યથાવત્ રહેશે. તેમજ પહાડી વિસ્તારમાં બરફવર્ષા થવાની સંભાવના હોવાથી યુપીમાં હજુ થોડા દિવસ ઠંડીનું જોર યથાવત્ રહે તેવી સંભાવના છે.
http://sambhaavnews.com/

You might also like