અયોધ્યામાં આજે ‘ત્રેતાયુગ’ જેવી જ દિવાળી, 5100 દીવા સાથે સરયૂ આરતી કરશે યોગી

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની દિવાળી આ વખતે કંઈક ખાસ બનવાની છે. જો કે માત્ર યોગીજી માટે નહીં બલ્કે સમગ્ર અયોધ્યાવાસીઓ માટે આ વખત દિવાળી ખાસ બનશે, કારણ કે યુપીના મુખ્યમંત્રી રામના જન્મસ્થળ અયોધ્યામાં દિવાળી ઉજવશે. આદિત્યનાથ ત્રેતા યુગના એ જ વૈભવને ફરીથી દોહરાવવા માગે છે. યોગી આદિત્યનાથ સાંજે 4 વાગ્યે ફેજાબાદ એરપોર્ટ પર ઉતરશે. બાદમાં તે અયોધ્યા પહોંચશે.

ઉપરાંત અયોધ્યામાં ભગવાન રામ સાથે જોડાયેલ અલગ અલગ રામાયણનાં કાંડની ઝાંખીઓ પણ ભવ્ય રૂપમાં બતાવવામાં આવશે. ટ્રક દ્વારા કાઢવામાં આવતી શોભા યાત્રામાં કુલ 11 ઝાંખીઓ પ્રસ્તુત કરવામાં આવશે. આ શોભાયાત્રા સાકેત મહાવિદ્યાલયથી નીકળીને બપોર 2 વાગ્યા બાદ નીકળીને અયોધ્યાના રસ્તાઓ પરથી પસાર થઈ 3 કિમીના યાત્રા બાદ સાંજે 4 વાગ્યે રામકથા પાર્ક પહોંચશે.

રામકથા પાર્ક બાદ સાંજે 5.45 વાગ્યે યોગી આદિત્થનાથ સરયૂ તટ પર જશે. જ્યાં સૌથી પહેલા 15 મિનિટ સુધી સરયૂ તટનું પૂજન થશે અને બાદમાં 5100 દિવાઓની આરતી કરવામા આવશે. આ મહાઆરતી દરમ્યાન 11 પૂજારી વૈદિક મંત્રોચ્ચાર કરશે.

You might also like