ઉન્નાઉ ગેંગ રેપઃ UP સીએમ યોગી આદિત્યનાથે SIT પાસે સાંજ સુધીમાં માગ્યો રીપોર્ટ

ઉન્નાવ જિલ્લાના બાંગરમરૂ બેઠકના ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર એક યુવતી પર દુષ્કર્મનો આરોપ લગાવામાં આવ્યો છે. આ મામલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એસઆઇટીને આજરોજ એટલે કે બુધવાર સુધીમાં રિપોર્ટ સોંપી દેવા નિર્દેશ કર્યો છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગૃહ વિભાગને નિર્દેશ કર્યો છે કે તેઓ ખાતરી કરે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) બુધવારે ઉન્નાવની મુલાકાત લે અને સાંજ સુધીમાં રિપોર્ટ સોંપે . ઉલ્લેખનીય છે કે દુષ્કર્મ મામલે આરોપી ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરના ભાઇ અતુલ સિંહ સેંગરની પીડિતાના પિતા સાથે મારપીટ મામલે ધરપકડ કરવામાં આવી હતી.

એટલું જ નહીં સીજેએમ કોર્ટે તેને જેલમાં મોકલી દીધો છે. પોલીસ દ્વારા આ પાંચ આરોપીઓને રિમાન્ડ પર લેવા બુધવારે અરજી કરશે. અતુલ સિંહ પર જેલમમાં પીડિતાના પિતાને મારવાનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ યુવતીના પિતાનું મોત થયુ અને વિવાદ વધી ગયો.

આ મામલે યુવતી મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવા પહોંચી હતી. આ અગાઉ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ બતાવી હતી અને કહ્યું હતું કે દોષીઓને છોડવામાં આવી નહી પછી તે કોઇપણ હોય.

ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની વિરુદ્ધ યુવતીની સાથે સામૂહિક કુકર્મનો આરોપ અને ખોટા કેસમાં જેલ મોકલવામાં આવેલ પીડિતાના પિતાના કસ્ટડીમાં મોત બાદ યોગી સરકાર ચોમેરથી ઘેરાઈ હતી. ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. સોમવારે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આરોપી ધારાસભ્યને બોલાવ્યા હતા. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે તપાસ માટે આદેશ જારી કરવામાં આવ્યા છે અને કોઈ પણ આરોપી છટકી શકશે નહીં.

પીડિતાએ આરોપ મૂક્યો હતો કે ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરે પોતાના સાગરીતો સાથે તેના પર રેપ કર્યો હતો. પીડિતા ન્યાય માટે પોલીસ, પ્રશાસન અને સરકારમાં દરેક જગ્યાએ ગઈ હતી, પરંતુ કોઈએ તેની વાત સાંભળી ન હતી. પીડિતાએ જણાવ્યું હતું કે જો તમામ આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આ‍વે તો હું આત્મહત્યા કરી લઈશ.

 

You might also like