UP ના સીએમ યોગી આદિત્યનાથ ગુજરાતના પ્રવાસે, ‘ગુજરાત ગૌરવયાત્રા’માં જોડાશે

ગુજરાતમાં જ્યારે વિધાનસભાની ચૂંટણીને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ભાજપ સરકાર દ્વારા યાત્રા અને લોકાર્પણ કરવામાં આવી રહ્યાં છે. ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે ભાજપ દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહ્યું છે. ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓનો ચૂંટણીલક્ષી ગુજરાત પ્રવાસ યોજવામાં આવી રહ્યો છે તેવામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. યોગી આદિત્યનાથ ગુજરાત ગૌરવયાત્રામાં જોડાશે. યોગી આદિત્યનાથ બે દિવસ ગુજરાતમાં રહીને દક્ષિણ ગુજરાત અને કચ્છમાં જાહેરસભાઓને સંબોધન કરશે. યોગી આદિત્યનાથ સુરત ખાતે ઉત્તર ભારત ઉધ્યોગ પરિસંઘના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજશે.

ઉત્તર પ્રદેશના સીએમ યોગી પારડીથી ગૌરવયાત્રામાં જોડાશે. સીએમ યોગીનું દમણ એરપોર્ટ ખાતે સ્વાગત કરાશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સહિત ભાજપના નેતાઓ સ્વાગત કરશે. યોગી આદિત્યનાથની વલસાડના દામાનીઝાપામાં સ્વાગત સભાનું આયોજન કરવામાં આવેલ છે.

You might also like