રાજકારણમાં એકબીજાના કટ્ટર એવા યોગી-આઝમ ખાન હાથમાં હાથ નાખી ચાલતા જોવા મળ્યા

ઉત્તરપ્રદેશના રાજકારણમાં સપાના નેતા આઝમ ખાન અને યુપીના સીએમ યોગી આદિત્યનાથને હંમેશા એકબીજા પર પ્રહાર કરતા જ જોવામાં આવ્યા છે. આ બંને એકબીજા પર એ રીતે પ્રહાર કરી રહ્યા છે કે જાણે એકબીજા સાથે રહી જ ના શકે. જો કે થોડા દિવસ પહેલા જ કંઈક ઉંધુ જ જોવા મળ્યું હતું.

હમણા એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં આઝમ ખાન અને યોગી આદિત્યનાથ એકબીજાનો હાથ પકડીને ચાલતા જોવા મળી રહ્યા છે. તમને આ તસવીર જોઈને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય, કારણ કે બંને નેતાઓ એકબીજાના હાથમાં હાથ નાખી હસતા હસતા ચાલી રહ્યા છે.

ઘટનાની હકીકત એવી છે કે, ગત ગુરુવારે યુપી વિધાનસભામાં ભાગ લેવા પહોંચેલા આઝમ ખાન અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એકબીજા સાથે વાત કરી રહ્યા હતા અને મીડિયાની અપીલ પર તેમણે સાથે ફોટા પણ પડાવ્યા હતા.

રાજકારણમાં એકબીજાના કટ્ટર ગણાય તેવા સમાજવાદી પાર્ટીના ફાયરબ્રાંડ આઝમ ખાન અને ભાજપના ફાયરબ્રાંડ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એકસાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેના પર લોકો જાતભાતની કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

You might also like