યોગી સરકારે રજૂ કર્યું 6 મહિનાનું રિપોર્ટકાર્ડઃ મારા શાસનમાં એક પણ રમખાણ નહીં

લખનઉઃ યુપીમાં યોગી સરકારને આજે 6 મહિના પુર્ણ થઇ ચુક્યા છે. ત્યારે યૂપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે લખનઉમાં 6 મહિનાનું પોતાનું રિપોર્ટકાર્ડ જાહેર કર્યું અને યોગી સરકારે દાવો કરતાં કહ્યું કે માર્ચ 2017 બાદ એક પણ રમખાણની ઘટના બની નથી. એમણે વધુમાં કહ્યું કે ઉત્તરપ્રદેશને જંગલરાજથી નિકાળવાનું કામ અમારી સરકારનાં હસ્તકમાં જ હતું. એ વાતની મને ખુશી છે કે મંત્રીઓની આ મહેનતથી યૂપીની જનતામાં પણ વિશ્વાસની ભાવના કેળવાઇ છે.

વધુમાં એમણે કહ્યું કે અમારી સરકારે ખેડૂતોને આધુનિક ટેક્નોલૉજી સાથે જોડવાનું કામ શરૂ કર્યું છે. સીએમએ જણાવ્યું કે પહેલાં 100 દિવસોમાં જ 80,000 કિ.મી સુધી રોડને ખાડાઓથી મુક્ત કર્યું છે. સાથે મોટી સંખ્યામાં ગેરકાયદેસર રીતે જપ્ત કરાયેલ જમીનને પણ મુક્ત કરી છે. એ સિવાય યૂપીમાં પર્યટનને વધુ પ્રોત્સાહન આપવા માટેની કાર્યયોજના પણ શરૂ કરવામાં આવી છે. સીએમએ વધુ જણાવ્યું કે રાજ્યની અંદર 431 એન્કાઉન્ટર દ્વારા કેટલાંય કુખ્યાત ગુનેગારોને ઠાર કરી દેવામાં આવ્યા છે. લખનઉ મેટ્રોની ચર્ચા કરતાં સીએમએ જણાવ્યું કે રાજ્ય સરકારની અનેક શહેરોમાં મેટ્રો ચલાવવાની યોજના છે.

You might also like