યુપીમાં કાર ટોળામાં ઘૂસી: સાતનાં મોત, ૧૮ને ઈજા

દેવરિયા: ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લાના પનનહા ગામમાં ગઈ કાલે રાતે રોડ નજીક ડાન્સ નિહાળી રહેલા લોકો પર કાર ફરી વળતાં સાત વ્યકિતનાં મોત થયાં હતાં. જ્યારે અન્ય ૧૮ને ઈજા થઈ હતી. જેમાં કેટલાકની હાલત ગંભીર છે.
આ ઘટના રાતે લગભગ ૧૧ કલાકે ગૌરીબજાર રુદ્રપુર રોડ પર બની હતી. જેમાં ગામના લોકો રોડ નજીક બેસીને ડાન્સ કાર્યક્રમ નિહાળી રહ્યા હતા. ત્યારે પૂરપાટ ઝડપે આવેલી અેક કાર અેકાએક લોકોની ભીડમાં ઘૂસી જતા નાચગાનનો કાર્યક્રમ માણતા ૩૯ લોકોમાં ભારે નાસભાગ અને બૂમાબૂમ મચી ગઈ હતી. બેકાબૂ બનેલી કારનો ચાલક અનેક લોકોને કચડી ફરાર થઈ ગયો હતો. જેમાં સાત લોકોનાં મોત થયાં હતાં.જ્યારે ૧૮ લોકોને ગંભીર ઈજા થઈ છે. આ અંગે અેવું જાણવા મળે છે કે કારચાલક નશામાં હતો. આ ઘટનામાં પારસ ધોબી, મમૂતિ, દિનેશ,કૌશલ્યાનાં મોત થયાં છે. આ તમામ પનનહા ગામના છે. તેમજ મૃતકાેમાં બે ડાન્સરનો પણ સમાવેશ થાય છે.

You might also like