અખિલેશનો મોટો નિર્ણયઃ 17 OBC જાતીઓને દલિતમાં કોટામાં જોડી

લખનઉઃ ચૂંટણી પહેલાં યૂપીની અખિલેશ સરકારે મોટો નિર્ણય લીધો છે. તેમણે 17 OBC જાતીઓને SCકોટામાં એડ કરી દીધી છે. ઉત્તર પ્રદેશ કેબિનેટની મીટિંગમાં 74 પ્રસ્તાવો પર મહોર લગાવી છે. બેઠકમાં 30થી વધારે મહત્વના નિર્ણયો લેવાયા છે. અખિલેશ કેબિનેટમાં 17 જાતીઓને એસસીમાં શામેલ કરવાના પ્રસ્તાવની લીલી ઝંડી આપી દીધી છે. હવે આ પ્રસ્તાવ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોકલવામાં આવશે.

અખિલેશે શામેલ કરેલી જાતીઓમાં કહાર, કશ્યપ, કેવટ, મલ્લાહ, નિષાદ, કુમ્હાર, પ્રજાપતિ, ધીમર, બાથમ, તુરહા, ગોંડ, બિંદ જાતી છે. 22000 કરોડની કિંમતમાં લખનઉ ગાજીપુર એક્સપ્રેસ વે, પૂર્વોત્તર એક્સપ્રેસ વેને બનાવવાનું કામ યૂપીડાને સોંપવામાં આવ્યું છે. અક્ષય પાત્રને આઠ જિલ્લામાં લીઝ પર જમીન આપવા સાથે  પ્રતિ કિચન માટે 14 કરોડ ફાળવવામાં આવશે.  રાજ્ય સરકાર રાયબરેલીમાં નાસીરાબાદમાં નગર પંચાયતનો દરજ્જો આપશે. આ ઉપરાંત હમીરપુરના સુમેરપુરનો સીમા વિસ્તાર કરવા અંગેની જાહેરાત કરી છે.

ભુર્તિયી જાતીને પછાત વર્ગની ક્ષેણીમાં સામેલ કરવામાં આવી છે. બૈટરી  દ્વારા ચાલતી ઇ રિક્ષાની ખરીદી પર વેટ ઘટાડ્યો છે. આ સાથે પ્રાઇવેટ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓની કોલેજ બંધ થઇ જતા તેમને અન્ય કોલેજમાં અભ્યાસ કરવા અંગેની યોજના અંગેની પણ જાહેરાત કરી છે. અખિલેશે ચૂંટણી સમયે અનેક  પ્રજાલક્ષી વચનો કરીને પ્રજાને તેમની તરફેણમાં લાવવાનો પ્રયાસ કર્યો છે.

home

You might also like