મુસ્લિમ-દલિત અને જાટ મતના ગણિતથી યુપીમાં ભાજપનો વિજય

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભવ્ય વિજય બાદ હવે ભાજપને કયા મત વધુ મળ્યા તે અંગે વિવિધ અનુમાન થઈ રહ્યાં છે, જેમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભાજપને આ વખતે મુસ્લિમ, દલિત અને જાટ મતદારોના મત વધુ મળતાં યુપીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે.

યુપીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મુસ્લિમોના મત મેળવવા એસપી અને બસપા વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. રાજ્યમાં મુસ્લિમોની ૧૯ ટકા વસ્તી છે. ભાજપે આ વખતની ચૂંટણીમાં અનેક મુસ્લિમ વસ્તીવાળા વિસ્તારમાં જીત મેળવી છે તેના પરથી લાગી રહ્યું છે કે આ વખતે ભાજપને મુસ્લિમ મતદારોના મત વધુ મળ્યા છે અને તેના કારણે આ વખતે ભાજપને યુપીમાં ભવ્ય વિજય મળ્યો છે. આ વખતે યુપીમાં મુસ્લિમ મત સપા અને બસપામાં વિભાજન થઈ જતાં ભાજપ આરામથી જીતી ગયું તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અથવા તો કેટલાક મુસ્લિમ મતદારોએ ભાજપ તરફી મતદાન કરતાં ભાજપને અપેક્ષા કરતાં પણ વધુ સીટ મળી ગઈ છે. રાજ્યમાં મુસ્લિમ વસ્તીવાળી ૫૯ સીટ પર એસપી (૨૯ ટકા) અને બીએસપી (૧૮ ટકા) એમ કુલ ૪૭ ટકા મત મેળવ્યા હતા. આ વિસ્તારમાં લગભગ એક ચતુર્થાંશ મુસ્લિમ મતદાર છે. જો ૨૦૧૨ની ચૂંટણી સાથે તેની સરખામણી કરવામાં આવે તો તેમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળતો નથી, જોકે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં આ આંકડો ૪૩ ટકા આસપાસ હતો. તેથી એવું કહી શકાય કે બંને પાર્ટીને મુસ્લિમ મતદારોનું સમર્થન યથાવત્ રહ્યું છે.

આ વખતની ચૂંટણીમાં અંતર માત્ર એટલું જ રહ્યું હતું કે ભાજપ તેના પંરપરાગત મત ઉપરાંત અન્ય મત (કુલ મતના ૩૯ ટકા) તેની તરફ ખેંચવામાં સફળ રહ્યો હતો, જોકે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં આ મતની ટકાવારી ૪૩ ટકા હતી, પરંતુ ભાજપે તેના વિપક્ષ કરતાં વધુ સીટ મેળવી હતી અને કુલ ૩૯ સીટ પર કબજો જમાવ્યો હતો. અેસપીને ૧૭ સીટ મળી હતી જ્યારે બસપાને એક પણ સીટ મળી ન હતી. આ વિસ્તારમાં અસપીને ૨૯ ટકા મત મળ્યા છે. તેથી એ વાત કહી શકાય કે અેસપીની મુસ્લિમ મતબેન્ક અકબંધ રહી છે.

બીજી તરફ દલિત મત મેળવવા માટે ભાજપ અને બીએસપીમાં પણ ભારે ખેંચતાણ જોવા મળી હતી. ખાસ કરીને જાટ મત મેળવવા બંને પાર્ટીએ ભારે જોર લગાવ્યું હતું. યુપીમાં દલિતોની વસ્તી ૨૧ ટકા છે, જોકે આ વખતે બીએસપીનો ઘોર પરાજ્ય થયો છે, તેને માત્ર ૧૯ સીટથી સંતોષ માનવો પડ્યો છે, પરંતુ ૨૦૧૪ની ચૂંટણીની સરખામણીએ બસપાને વધુ મત મળ્યા છે. બીઅેસપીને આ વખતે ૨૪ ટકા મત મળ્યા હતા જ્યારે ૨૦૧૨માં તેને ૨૭ ટકા મત મ‍ળ્યા હતા. રાજ્યની ૮૫ અનામત સીટ પર ભાજપે ૪૦ ટકા મત પર કબજો જમાવ્યો છે, જ્યારે બીએસપીને ૨૪ ટકા મત જ મળ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપને લગભગ તમામ જાતિઓના મત મળ્યા છે તેમાં કેટલાક દલિતોના મત પણ સામેલ છે.

આમ, આ વખતની ચૂંટણીમાં ભાજપને મુસ્લિમ અને દલિત તેમજ જાટ મતદારોના મત મળતાં યુપીમાં ભાજપને ભવ્ય સફળતા મળી છે ત્યારે હવે ભાજપ માટે આ રાજ્યમાં મુસ્લિમ વસ્તીવાળા વિસ્તારો અને મુસ્લિમ લોકોના વિકાસ માટેની નવી જવાબદારી આવી ગઈ છે. ભાજપના વિજેતા ઉમેદવારો માટે આ નવી જવાબદારી હવે તેઓ કેવી રીતે નિભાવી શકે છે તે પણ તેમના માટે નવા પડકાર સમાન બની રહેશે. આમ, ભાજપના વિજય બાદ ભાજપ માટે આ રાજ્યની આમ જનતાની અપેક્ષાઓ પર ખરા ઊતરવાની કસોટી શરૂ થશે તેવું લાગી રહ્યું છે ત્યારે હવે એ જોવાનંુ રહ્યું કે ભાજપ આ નવા પડકારોને કેવી રીતે ઉઠાવે છે અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં પણ આવો દેખાવ જાળવી રાખે છે કે નહિ તે અેક સવાલ છે.
http://sambhaavnews.com/

You might also like