યૂપી વિધાનસભા ચૂંટણી માટે બસપા – ઓવૈસી હાથ મિલાવી શકે છે

નવી દિલ્હી : બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનની જીત બાદ હવે ઉત્તર પ્રદેશ વિધાનસબા ચૂંટણી માટે પણ રાજનૈતિક દળોની તૈયારીઓ ચાલુ થઇ ચુકી છે. સૂત્રો અનુસાર યૂપી વિધાસભા માટે 2017માં યોજાનારી ચૂંટણી માટે બહુજન સમાજવાદી પાર્ટી (બસપા) અને ઓવૈસીની પાર્ટી ઓલ ઇન્ડિયા મજલીસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીને એકબીજા સાથે હાથ મીલાવી લીધો છે. જો કે અત્યારે બંન્ને તરફથી આ વાતની પૃષ્ટિ કરવામાં નથી આવી.
જો કે બસપાનાં ઘણા નેતાઓ સ્વિકાર કરી ચુક્યા છે કે પ્રદેશમાં તેમની પાર્ટી અને ઓવેસી સાથે ગઠબંધન થઇ ચુક્યું છે અને માત્ર જાહેરાત બાકી છે. અત્રે નોંધનીય છે કે ઉત્તર પ્રદેશમાં મુલાયમ સિંહયાદવની સમાજવાદી પાર્ટી (સપા)નાં મુસ્લિમ ધ્રુવીકરણને તોડવા માટે માયાવતીની સાથે મળીને લડવા માટે તૈયાર થઇ ચુક્યા છે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં પોતાની પાર્ટીનો વિસ્તાર કરવા માટે એમઆઇએમઆઇએમ પણ બસપા સાથે ગઠજોડનાં મુદ્દે ઉત્સાહીત છે. જો તેવું થયું તો ગણી સીટો પર દલિત મુસ્લિમ વોટ મળીને પ્રદેશમાં નવી સરકારની રચનાંનું સમીકરણ બદલી શકે છે.
સ્વિકારવામાં આવી રહ્યું છે કે બસપા અને એમઆઇએમનું ગઠબંધન સમાજવાદી પાર્ટી માટે મોટો પડકાર છે. યૂપીમાં લગભગ 50 વિધાનસભા સીટો એવી છે જ્યાં મુસ્લિમ મતદાતાઓ ચૂંટણીનું વલણ નક્કી કરે છે.

You might also like