ઋષિ કપૂર-KRK ના નિશાન પર અખિલેશ-કેજરીવાલ, ટ્વિટર પર ઉડાવી મજાક

ઋષિ કપૂર અને કમાલ આર ખાન હંમેશા પોતાના નિવેદનો અને સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટને લઇને ચર્ચામાં રહે છે. શનિવારે પાંચ રાજ્યોના પરિણામ આવવા પર એમને ઘણા ટ્વિટ કર્યા. ઋષિ કપૂર અને કેઆરકેએ ટ્વિટ કરીને દરેક રાજનીતિક પાર્ટીઓ પર નિશાન સાધ્યું છે.

જણાવી દઇએ કે પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં BJPને બહુમત મળ્યા છે. તો કોંગ્રેસને પંજાબમાં. મણિપુર અને ગોવામાં કોઇ પણ પાર્ટીને પૂર્ણ બહુમત મળ્યા નથી.


કેઆરકે એ અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કર્યો છે કે એમની પોતાની મહોલ્લા ક્લિનીકમાં ભરતી થવાનો સમય આવી ગયો છે. સાથે UP ના લોકોને અભણ અને મૂર્ખ કહ્યા જે 70 વર્ષથી દર પાંચ વર્ષે સરકાર બદલે છે. સાથે સપા અને બસપાની હાર અને મોદીની જીતને લઇને પણ ટ્વિટ કર્યું.

http://sambhaavnews.com/

You might also like