રામ મંદિરનાં નામે ભાજપે કર્યો દગો, 2019માં જીત મેળવવી થશે મુશ્કેલઃ આચાર્ય એસ. દાસ

અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ મંદિરનાં મુખ્ય પૂજારી આચાર્ય સત્યેદ્રદાસ મહારાજે મોટું નિવેદન આપ્યું છે. મહારાજે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતાં. તેમને કહ્યું કે, ભગવાન શ્રીરામનાં નામે ભાજપ સત્તા પર આવી છે અને હવે તે આ મંદિરનો મામલો જ ભૂલી ગઈ છે.

ભાજપે જીત મેળવવી છે તો રામ મંદિર બનાવવું જરૂરીઃ
હમણાં થયેલી પેટાચૂંટણીમાં ભાજપની હારને રામ ભગવાનનો પ્રકોપ ગણાવ્યો હતો અને જો 2019માં ભાજપે જીત મેળવવી હોય તો રામ મંદિરનું નિર્માણ કરવું જરૂરી છે. જો આમ મંદિર બનાવવાનું શરૂ કરવામાં નહીં આવે તો ભાજપની હાર નિશ્ચિત છે. રામ ભગવાનનાં આશીર્વાદ હશે તો જ ભાજપ જીતશે બાકી તેનો પરાજય નિશ્ચિત છે.

મહંત પરમહંસે પણ આપી ચેતાવણીઃ
મહંત પરમહંસ દાસે પણ આજે જ એવું નિવેદન આપ્યું હતું કે મંદિર નહીં બનવા પર અમે સરકારને કોઇ પણ કિંમતે ફરીથી સત્તામાં નહીં આવવા દઇએ. મહંત પરમહંસ દાસે એમ પણ જણાવ્યું કે મંદિર નહીં બનવાની સ્થિતિમાં અમે આંદોલન શરૂ કરીશું. સંતોનું વ્યાપક આંદોલન ભાજપની હારમાં અંતિમ ખીલ્લી ઠોકશે.

You might also like