કમોસમી વરસાદના કારણે રવી પાકને ૨૦ હજાર કરોડનું નુકસાનઃ સીએસઈ

નવી દિલ્હી: દેશમાં ફેબ્રુઆરીથી એપ્રિલ મહિનામાં આવેલા કમોસમી વરસાદના કારણે રૂ. ૨૦ હજાર કરોડથી વધુના ૧૦૦ લાખ ટન રવી પાકને નુકસાન થયું છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્મેન્ટના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે કમોસમી વરસાદના કારણે જ ભારતને ચાલુ વર્ષે ૧૦ લાખ ટન ઘઉંની આયાત કરવી પડી છે.  રિપોર્ટમાં જણાવ્યું છે કે પાછલી સિઝનમાં પડેલા કમોસમી વરસાદના કારણે રવી પાકને ભારે નુકસાન થયું હતું, જેના કારણે ૬૮.૨ લાખ ટન પાક બગડ્યો હતો.

ચાલુ વર્ષે ફેબ્રુઆરીથી એપ્રિલના સમયગાળામાં ૨૯ ટકા પાકને નુકસાન પહોંચ્યું છે, જેમાં છથી સાત ટકા ઘઉંનો પાક છે. તેલીબિયાં સહિત વિવિધ પાકને આર્થિક નુકસાન એક અંદાજે રૂ. ૨૦,૪૫૩ કરોડનું થવાનો અંદાજ સેવાઇ રહ્યો છે.

You might also like