ઘૂસણખોરી માટે પાકિસ્તાને તોડ્યું સીઝફાયર, બાલાકોટ સેક્ટરમાં મોર્ટારનો હુમલો

રાજોરી: રવિવારે સવારે પાકિસ્તાન સેનાએ ફરી એક વખત આંતકવાદીઓને ભારત સીમામાં ઘૂસણખોરી કરાવવા માટે પુંછ જિલ્લાના બાલાકોટ સેક્ટરમાં ગોળીબાર શરી કરી દીધી હતી. આ ગોળીબારમાં સીમા પર કોઇ પણ પ્રકારનું નુકસાન થયું નથી. પાકિસ્તાન સેના સતત ભારતીય સૈન્ય ચોકીઓ સાથે સાથે રહેણાંક વિસ્તારને નિશાનો બનાવીને ગોળીબાર કરી રહી છે કારણ કે આ ગોળીબારની વચ્ચે આતંકવાદીઓની ઘૂસણખોરી સફળ બનાવી શકે.

પાકિસ્તાન સેનાએ બાલાકોટ સેક્ટરમાં પહેલા હલ્કા હથિયારોનો ઉપયોગ કરીને ગોલીબાર કર્યો અને એના થોડાક જ સમય બાદ પાકિસ્તાન સેનાએ મોર્ટાર નાંખવાના શરૂ કરી દીધા. જેવું ભારતીય સેનાના જવાનોએ પોતાની જવાબી કાર્યવાહી શરૂ કરી તો એ જ સમયે પાકિસ્તાન સેનાએ રહેણાંક વિસ્તારમાં નિશાન બનાવીને મોર્ટાર નાંખવાના શરૂ કરી દીધા.

પાકિસ્તાન સેના વધારેમાં વધારે આતંકવાદીઓને ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરાવવા માટે વારંવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહી છે કારણ કે એ ગોળીબારની આડમાં આતંકવાદીઓને ભારતીય વિસ્તારમાં મોકલી શકાય. આ પહેલા પણ પાકિસ્તાન સેનાએ ઘણી વખત ગોળીબારની આડમાં ઘૂસણખોરીના પ્રયત્નો કરાવી ચૂકી છે.

સીમાની બીજી બાજુ આતંકવાદીઓની સંખ્યા વધતી જ જઇ રહી છે આ આતંકવાદીઓને ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરાવવા માટે પાકિસ્તાન સેના સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહી છે.

http://sambhaavnews.com/

You might also like