ઉન્નાવ ગેંગરેપઃ ભાજપના ધારાસભ્ય સેંગર વિરુદ્ધના આરોપોને CBIનું સમર્થન

દુષ્કર્મ કેસના આરોપી ઉન્નાવના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની પત્ની પાસે સીબીઆઇ અધિકાર બનીને 1 કરોડ રૂપિયાની લાંચ માગનારા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ધરપકડ કરાયેલા બંને વ્યક્તિની ઓળખ કરી છે. પોલીસે બંનેની ઓળખ આપતા એકનું નામ વિજય રાવત અને બીજાનું નામ આલોક દ્વિવેદી તરીકે કરી છે.

કુલદીપ સિંહ સેંગરની પત્નીને જણાવ્યું કે નકલી સીબીઆઇ અધિકારીએ તેની પાસે કુલદીપ સેંગરના દુષ્કર્મ કેસમાં મદદ કરવા તેમજ સીબીઆઇમાંથી છોડાવાની લાલચ આપી રહ્યા હતા. આરોપીઓએ સેંગરની પત્ની સંગીતા સિહંને પહેલા ભાજપના નેતા બનીને ફોન કર્યો હતો.

આમ ઉન્નાવ ગેંગરેપ કેસની તપાસ કરી રહેલ સીબીઆઇએ ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપોને સમર્થન આપી દીધું છે. આ કુકર્મમાં મહિલા સાથી શશીસિંહની ભૂમિકા અંગે સીબીઆઇનું કહેવું છે કે શશીસિંહ જ પીડિતાને નોકરી અપાવવાની લાલચ આપીને કુલદીપસિંહના ઘરે લઇ ગઇ હતી અને ૪ જૂન ર૦૧૭ના રોજ કુલદીપસિંહે તેના પર રેપ કર્યો હતો અને ૧૧ જૂને ત્રણ યુવાનો પીડિતાનું અપહરણ કરીને કારમાં તેના પર ગેંગરેપ કર્યો હતો. સીબીઆઇ હવે સ્થાનિક પોલીસની ભૂમિકા પર પણ તપાસ કરી રહી છે.

પરંતુ જ્યારે વાત જામી નહી તો પોતાને સીબીઆઇના અધિકારી બતાવ્યા હતા. સેંગરની પત્નીએ પોલીસને જણાવ્યું કે જ્યારે આરોપીએ વારંવાર ફોન કરી લાંચ માંગત તેમને શક ગયો હતો. ત્યાર બાદ સેંગરની પત્નીએ લખનઊના ગાજીપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરીયાદ દાખલ કરી. સેંગરની પત્ની દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.


પોલીસે સેંગરની પત્નના મોબાઇલ પર આવનાર ફોન નંબરને સર્વિલાન્સ પર નાખ્યો અને આરોપીઓની લખનઉથી ધરપકડ કરી. પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીઓમાં એક સિપાહી બનવા માગતો હતો જ્યારે બીજો એક ઠેકેદારને ત્યાં કામ કરનાર કર્મચારી છે.

ઉલ્લેખનીય છે કે સગીર છોકરી સાથે દુષ્કર્મ કેસના આરોપ હેઠળ કુલદીપ સેંગર ન્યાયિક હિરાસતમાં છે. ત્રણ દિવસ પહેલા જ સેંગરને ઉન્નાવ જેલથી સીતાપુર જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા. પીડિતાએ હાઇકોર્ટમાં અપીલ કરીને જણાવ્યું હતું કે ઉન્નાવ જેલમાં રહેતા સેંગર તેના પરિવારને પરેશાન કરી શકે છે.

You might also like