અપ‌િરણીત હોવાનું કહી લગ્ન કરી મહિલાનું ફાર્મ હાઉસ પડાવી લીધું

અમદાવાદ: શહેરના એસજી હાઇવે પર આવેલા એક ફાર્મ હાઉસમાં રહેતી મહિલાને મેમનગરમાં રહેતી વ્યક્તિએ પોતે અપ‌િરણીત હોવાનું જણાવી લગ્ન કરી મહિલાનું ફાર્મ હાઉસ વેચાવી પૈસા પડાવી લીધા હોવાની તેમજ દુષ્કર્મ આચરી માર માર્યો હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. આ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શ્રેયાબહેન (નામ બદલેલ છે) એસજી હાઇવે પર આવેલા એક ફાર્મ હાઉસમાં રહે છે. વર્ષ ર૦૦પમાં મેમનગર વિસ્તારમાં આવેલા તીર્થનગરમાં રહેતા કૃષ્ણકુમાર ગોપાલદાસ અગ્રવાલ સાથે તેઓની ઓળખાણ થઇ હતી. કૃષ્ણકુમારે પોતે અપ‌િરણીત હોવાનું જણાવીને શ્રેયાબહેન સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. બંનેએ મંદિરમાં લગ્ન કરી લીધાં હતાં. લગ્નના થોડા સમય બાદ કૃષ્ણકુમારે શ્રેયાબહેનનું અમદાવાદમાં આવેલું તેમની માતાના નામનું ફાર્મ હાઉસ વેચવાની વાત કરી હતી. આ ફાર્મ હાઉસ કૃષ્ણકુમારે વેચાવી પૈસા લઇ લીધા હતા.

બંને વચ્ચે આ બાબતે બોલાચાલી થઇ હતી, મારામારી પણ થઇ હતી. વારંવાર કૃષ્ણકુમારે શ્રેયાબહેન સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું તેમજ સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય પણ કર્યું હતું. લગ્નનાં થોડાં વર્ષ બાદ તેઓને જાણવા મળ્યું હતું કે કૃષ્ણકુમાર પ‌િરણીત છે અને બંને વચ્ચે આ બાબતને લઇ બોલાચાલી થઇ હતી. કૃષ્ણકુમારે શ્રેયાબહેનને વારંવાર ફોન ઉપર અને રૂબરૂમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે શ્રેયાબહેને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like