યુનિવર્સિટીની રજિસ્ટર્ડ સેનેટની સાત સહિત ૮૦ બેઠક સમરસ

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીની જનરલ સેનેટની 84 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં યુનિવર્સિટીના ઈતિહાસમાં પ્રથમ વખત રજિસ્ટર્ડ સેનેટની સાત બેઠક સહિત ૮૦ બેઠક સમરસ જાહેર થઇ છે. જો કે ટ્રેડ યુનિયન, નોન ટીચિંગ સ્ટાફ અને માધ્યમિક શાળાના અાચાર્ય અને શિક્ષક વર્ગની એક એક બેઠક માટે એક કરતાં વધુ ઉમેદવાર હોવાથી અાજે સાંજે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. જો કે અા સમરસ થયેલી બેઠકોમાં પોતાના ક્ષેત્રમાં અાગળ પડતા અાગેવાનોએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.

યુનિવર્સિટીની જનરલ સેનેટની ચૂંટણીમાં ૮૪ પૈકીની સાત રજિસ્ટર્ડ સેનેટની બેઠક સહિત ૮૪ બેઠક બિનહરીફ જાહેર થઇ છે. અા બેઠકોમાં જે રજિસ્ટર્ડ સેનેટમાં જે બિનહરીફ જાહેર થયા છે જેમાં વિશાલ પ્રવીણ પટેલ (ભાજપ યુવા મોરચા મીડિયા સેલના કન્વીનર અને એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો પુત્ર), પંકજ શુક્લા (શહેર પ્રમુખ, ભાજપ યુવા મોરચો), હસમુખ ચૌધરી (પૂર્વ સેનેટ સભ્ય, એનએસયુઅાઈના પૂર્વ પ્રદેશ મંત્રી), અશોક વનાડિયા (પૂર્વ સેનેટ સભ્ય અને એનએસયુઅાઈના પૂર્વ પ્રદેશ અગ્રણી), ઈન્દ્રવિજયસિંહ ગોહિલ (પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી), દિગ્વિજયસિંહ ગોહિલ (મહામંત્રી, અધ્યાપક મંડળ), રાજેન્દ્ર જાદવ (ઉપપ્રમુખ અધ્યાંપક મંડળ), દેવાંગ નાણાવટી (સંચાલક), જોસ જ્હોન (જે.જી. ઈન્ટરનેશનલ, સેલ્સ ઈન્ડિયા), ડૉ.એન.ડી. શાહ (પૂર્વ ડિન), જશવંત ઠક્કર( પૂર્વ સિન્ડિકેટ સભ્ય) સૌરભ ચોકસી (પ્રિન્સિપાલ) સહિતના અગ્રણીઅોએ સમરસતામાં પણ પોતાની બેઠક જાળવી રાખી છે.

You might also like