નવા વર્ષે કેશલેસ થઇ જશે દેશની તમામ યુનિવર્સિટી, IIT અને IIM

નવી દિલ્હીઃ નવુ વર્ષ થતા પહેલા જ દેશની તમામ હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ કેશલેશ થઇ જશે. HRD મિનિસ્ટ્રીએ આ માટે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. તમામ ઇન્ટિટ્યુટને તેને ફોલો કરવા માટે જણાવવામાં આવ્યું છે. જોકે બંગાળના ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ આ યોજનાનો કેટલો અમલ કરશે તે બાબતને લઇને સંદેહ છે.

HRD મિનિસ્ટર પ્રકાશ જાવડેકર સાથે થયેલી વીડિયો કોન્ફરન્સ મીટિંગનો બંગાળના વાઇસ ચાન્સેલરે બહિષ્કાર કર્યો હતો. HRD  મિનિસ્ટર પ્રમાણે બંગાળમાં શું થશે તેનો અંદાજ નથી. પરંતુ બાકીની તમામ યુનિવર્સિટી 30 ડિસેમ્બર બાદ કેશલેશ થઇ જશે. તેમણે જણાવ્યું છે કે કોંગ્રેસ સાશીત રાજ્યોમાં પણ આ અંગે કોઇ જ મુશ્કેલી નહીં થાય. વોલવેન્ટિયર્સને 20 ડિસેમ્બર પહેલાં ટ્રેનિંગ આપવામાં આવશે. આ સાથે જ 20 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી ડિજિટલ ટ્રાન્જેક્શન અંગે તાલિમ આપવામાં આવશે.

30 ડિસેમ્બર સુધી તમામ યુનિવર્સિટીમાં કેશલેસ અંગે કેમ્પેઇન ચલાવવામાં આવશે. યુનિવર્સિટીને જણાવવામાં આવ્યું છે કે ફી, દંડ, ડિપોઝિટ બધુ જ કેશમાં લેવામાં ન આવે. સેલરી, વેન્ડર પેમેન્ટ કાંઇ પણ કેશમાં ચૂકવવામાં ન આવે. આ વર્ષના અંત સુધીમાં કેન્ટીન, દુકાન સહિતની તમામ સેવાઓ કેશલેશ થઇ જશે.

home

You might also like