આતંકવાદનો ખતરો: સંયુકત રાષ્ટ્રનો રિપોર્ટ ભારત માટે વધુ ચિંતાજનક

આતંકવાદને ખતમ કરવાનાં દુનિયાભરનાં દેશોનાં પ્રયાસો છતાં તેનાથી હજુ છુટકારો મળ્યો નથી અને નજીકના ભવિષ્યમાં તેનો આસાર પણ દેખાતા નથી.એક બાજુ અમેરિકા સહિતનાં દેશો સામે લડી લડીને આઇએસ જેવા આતંકવાદી સંગઠનોની કમર તૂટી ગઇ છે. બીજી બાજુ અલકાયદા ફરીથી તાકાતવર બની રહ્યું હોવાનાં ચિંતાજનક અહેવાલો આવી રહ્યા છે. ખાસ કરીને ભારત માટે આ અહેવાલો વધુ ચિંતાની વાત છે કેમકે અલકાયદા હવે ભારતને નિશાન બનાવવા માગે છે.

સંયુકત રાષ્ટ્રનાં એક રિપોર્ટ અનુસાર અલકાયદાની જ એક શાખા અલકાયદા ઇન ઇન્ડિયન સબ કો‌ન્ટિનન્ટ (એક્યુઆઇએસ) નામથી ભારતમાં હુમલા કરવાની ફિરાકમાં છે. એ અલગ વાત છે કે સરકાર અને સુરક્ષા એજન્સીઓની સતર્કતાના કારણે હજુ સુધી આ સંગઠન હુમલા કરી શકયું નથી.

સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અલ કાયદા સંબંધિત સમિતિએ સોંપેલા રિપોર્ટ મુજબ ભારતમાં હુમલાની યોજના અલ કાયદાના વૈચારિક એજન્ડાનો એક ભાગ છે. રિપોર્ટ અનુસાર અલ કાયદા હજુ પણ દક્ષિણ એશિયામાં તેનું નેટવર્ક ધરાવે છે.

તાલિબાન તથા અન્ય નાનામોટા ઇસ્લામિક આતંકી સંગઠનો સાથે તેના ઘનિષ્ઠ સંબંધો છે. ભારતમાં પણ જેહાદી માનસિકતા ધરાવતાં સંગઠનો સતત તેના સંપર્કમાં છે. અલ કાયદા અફઘાનિસ્તાનના કેટલાક વિસ્તારોમાં હજુ પણ મજબૂત સ્થિતિમાં છે. સ્થાનિક લોકો પણ તેની સાથે સંકળાયેલા છે.

તાજેતરમાં જમ્મુ પોલીસે કાશ્મીરનાં અરફાન હુસેન નામના શખ્સને ઝડપ્યો હતો. જે અલકાયદા સાથે સંકળાયેલો હોવાની શંકા હતી. ગત ડિસેમ્બરમાં અલકાયદા સાથે સંકળાયેલા કાશ્મીરી યુવાનોના ગ્રુપે વીડિયો દ્વારા ભારતનાં મુસલમાનોને જેહાદ કરવા આહવાન કર્યું હતું.

જો કે હજુ તે ચોક્કસ નથી કે અલ કાયદાનાં કેટલા લોકો જમ્મુ-કાશ્મીર કે દેશનાં અન્ય ભાગોમાં સક્રિય છે. અલબત્ત સુરક્ષા દળોની આવા તત્ત્વો પર ચાંપતી નજર છે.એવું મનાઇ રહ્યું છે કે દુનિયાનું ધ્યાન આઇએસ પર હતું ત્યારે અલકાયદાએ ચુપચાપ પોતાનું સંગઠન ફરીથી બેઠું કર્યું છે. આ વર્ષે જ ફેબ્રુઆરીમાં જ સંયુકત રાષ્ટ્રનો રિપોર્ટ હતો કે અલ કાયદા ભારત-બાંગ્લાદેશમાં યુવાનોની ભરતી કરી રહ્યું છે.

ભારતમાં વર્ષોથી આતંકવાદની સમસ્યા છે. કાશ્મીર, નાગાલેન્ડ, પંજાબ, આસામ, બિહાર સહિતના રાજયો તેનાથી સૌથી વધુ પ્રભાવિત રહ્યા છે.પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ ઉપરાંત ઇસ્લામિક, માઓવાદી, નકસલી અને શીખ આતંકવાદ સામે ભારત ઝુઝતું રહ્યું છે. ર૦૦૬ના એક રિપાર્ટ અનુસાર દેશનાં ૬૦૮ જિલ્લામાંથી ર૩ર જિલ્લામાં વિવિધ પ્રકારના આતંકવાદની સમસ્યાથી જોવા મળી હતી. ર૦૦૮માં સરકારનાં રાષ્ટ્રીય સલાહકાર એમ.કે.નારાયણે કહ્યું હતું કે દેશમાં ૮૦૦ જેટલા આતંકવાદી જૂથો સક્રિય છે.

મુંબઇમાં ર૦૦૮માં થયેલો આતંકવાદી હુમલો દેશવાસીઓ ભૂલી શકયા નથી. ૧૬૬ લોકોનો ભોગ લોનારા આ પાકિસ્તાન પ્રેરિત હુમલાએ સમગ્ર દુનિયામાં ખળભળાટ મચાવી દીધો હતો. જમ્મુ-કાશ્મીરનાં આતંકવાદે સૌથી વધુ લોકોનો ભોગ લીધો છે. ૧૯૮૯થી તેની શરુઆત થઇ.

પાકિસ્તાનનાં તત્કાલિન સરમુખત્યાર જનરલ ઝિયાએ એક યોજના દ્વારા કાશ્મીરનાં લોકોનું બ્રેઇનવોશ કરીને તેમને ભારત વિરોધી બનાવવાનું શરુ કર્યું. તે વખતની જમ્મુ-કાશ્મીર તથા કેન્દ્ર સરકારો પાકિસ્તાનના દાવપેચને ખાળવામાં તથા આતંકવાદને ડામવામાં નિષ્ફળ નિવડી હતી. જેનાં પરિણામે કાશ્મીરની સમસ્યા અત્યંત પેચીદી બની ગઇ છે.

મતોનાં રાજકારણે પણ કાશ્મીરની સમસ્યાને વકરાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. ર૦૦૯માં કાશ્મીરીઓની અને કેટલાક સ્થાનિક જેહાદીઓની મદદથી પાક. આતંકીઓએ સંસદ પર હુમલો કર્યો. જેમાં એક પોલીસ કર્મચારી અને સંસદ ભવનનાં એક કર્મચારીનું મોત થયું હતું. સુરક્ષા દળોએ જો કે પાંચેય આતંકવાદીઓને ઢાળી દઇ સંસદમાં ઘૂસીને મોટી જાનહાનિ કરવાનાં આતંકીઓનાં મનસુબાને નિષ્ફળ બનાવ્યો.

આપણા દેશની કરુણતા એ છે કે આતંકવાદનો મુદ્દો પણ રાજકીય બની જાય છે. આપણાં ત્યાં સુપ્રીમ કોર્ટ જેની સજા પર આખરી મહોર મારે છે તેવાં આતંકીઓને બચાવવા પણ કેટલાક રાજકીય પક્ષો અને કહેવાતા સેકયુલર-બુદ્ધિજીવીઓ ખુલ્લેઆમ બહાર આવે છે.

જયારે લધુમતી સમાજનાં કે નકસલીઓ સાથે સંકળાયેલા કોઇની ધરપકડ થાય ત્યારે આ જ લોકો બુમરાણ મચાવીને આતંકવાદ સામેની લડાઇને નબળી પાડે છે. આ લોકો જયારે જેહાદીઓ કે માઓવાદીઓ હુમલા કરીને સુરક્ષા કર્મીઓની હત્યા કરે ત્યારે મૌન ધારણ કરી લે છે. છેલ્લા કેટલાક સમયથી ભલે કાશ્મીરની ઘટનાઓ-માઓવાદીઓના હુમલાઓને બાદ કરતા દેશમાં કોઇ મોટો આતંકી હુમલો ના થયા હોય પણ ખતરો હજુ સહેજ પણ ઓછો થયો હતો.

Dhruv Brahmbhatt

Recent Posts

પોલીસનો તો જાણે ડર જ નથીઃ અનેક વિસ્તારોમાં માથાભારે તત્ત્વોની ગુંડાગીરી

અમદાવાદ: ઉત્તરાયણના પર્વ દરમિયાન અસામા‌જિક તત્ત્વો બેફામ બનતાં શહેરમાં મારામારીના નાના-મોટા અનેક બનાવ બન્યા છે, જેમાં પોલીસે ક્યાંક રાયો‌િટંગનો તો…

3 hours ago

વાઈબ્રન્ટ સમિટના આમંત્રિતોની યાદીમાંથી અનિલ અંબાણીની બાદબાકી

અમદાવાદ: ૧૮મી જાન્યુઆરીથી શરૂ થનારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ર૦૧૯માં દેશના ૧૯ અગ્રણી ઉદ્યોગ સંચાલકો અને સીઇઓ ઉપસ્થિત રહેનાર છે.…

3 hours ago

યુવકે ઝેર પીધુંઃ જેલ સહાયક પત્ની, પીએસઆઈ સહિત પાંચ સામે ફરિયાદ

અમદાવાદ: શહેરના સેન્ટ્રલ જેલના સ્ટાફ ક્વાર્ટર્સની બહાર એક યુવકે તેની પત્નીના ત્રાસથી ઝેરી દવા પીને આપધાત કરી લેતાં ભરૂચના પીએસઆઇ…

3 hours ago

કર્ણાટક સરકાર બે દિવસમાં ઊથલી જશેઃ ભાજપના એક પ્રધાનનો દાવો

બેંગલુરુ, બુધવાર કર્ણાટકની કોંગ્રેસ-જદ (એસ) ગઠબંધન સરકારથી બે અપક્ષ ધારાસભ્યએ ટેકો પાછો ખેંચી લીધા બાદ મહારાષ્ટ્રમાંથી ભાજપના એક પ્રધાને એવો…

4 hours ago

ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૦ ટકા અનામતનો અમલ કરાશેઃ જાવડેકર

નવી દિલ્હી: આર્થિક આધારે અનામત બાદ મોદી સરકારે એક નવો માસ્ટર સ્ટ્રોક માર્યો છે. હવે ખાનગી ક્ષેત્રની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ…

4 hours ago

દિલ્હીમાં કોલ્ડવેવનો એટેકઃ ૧૪ દિવસમાં ૯૬ લોકોએ જીવ ગુમાવ્યો

નવી દિલ્હી: પહાડી વિસ્તારોમાં ભારે બરફ વર્ષાએ રાજધાની દિલ્હી સહિત મેદાની વિસ્તારોમાં પારો નીચો લાવી દીધો છે. ઠંડી હવાઓને લીધે…

4 hours ago