ગ્લોબલ વોર્મિંગ: સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ ગંભીર ચેતવણી સમાન

વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠન દ્વારા હમણાં બહાર પડાયેલો રિપોર્ટ ધી સ્ટેટ ઓફ ધી ગ્લોબલ કલાઇમેટ સમગ્ર દુનિયા માટે એક ગંભીર ચેતવણી સમાન છે. રિપોર્ટમાં જણાવાયું છે કે વિવિધ દેશોની સરકારો દ્વારા પર્યાવરણ અંગે યોગ્ય પગલાં નહીં ભરાતાં પેરિસ સંધિનું લક્ષ્ય નિર્ધારિત સમયે તો ઠીક પણ મોડું મોડું પણ મેળવવું અશક્ય છે. પર્યાવરણની સ્થિતિ થોડી ઘણી પણ સુધરી નથી, ઊલટાની દિવસે દિવસે વધુને વધુ બગડી રહી છે.

આ રિપોર્ટ ન્યૂયોર્કમાં મળેલી પર્યાવરણ સંબંધી ઉચ્ચસ્તરીય બેઠકમાં સંયુકત રાષ્ટ્રના મહાસચિવ એંતોનિયો ગુતેરેસ દ્વારા જાહેર કરાયો હતો. રિપોર્ટમાં એ બાબત પર ગંભીર ચિંતા વ્યકત કરાઇ છે કે દુનિયામાં કાર્બનના ઉત્સર્જનમાં ઘટાડો થયો નથી. તેના કારણે છેલ્લાં ચાર વર્ષમાં પૃથ્વીના તાપમાનમાં સતત વધારો થયો છે. દુનિયામાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઇ ત્યારથી લઇને ર૦૧૮ની સ્થિતિએ પૃથ્વીનું સરેરાશ તાપમાન એક ડિગ્રી સેન્ટિગ્રેડ વધ્યું છે.

જયારે પેરિસ સંધિમાં આ વધારાને સદીના અંત સુધીમાં વધારો બે ડિગ્રી સુધી મર્યાદિત રાખવાનું લક્ષ્ય છે, પરંતુ તાપમાન આ રીતે વધતું રહ્યું તો આ લક્ષ્ય હાંસલ કરવું મુશ્કેલ બનશે.કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ ૧૯૯૪માં ૩પ૭ પીપીએમ હતું જે ર૦૧૭માં ૪૦પ.પ પીપીએમ પર પહોંચી ગયું હતું. ગ્રીન હાઉસ ગેસ સતત વધવાના કારણે સમુદ્રની સપાટી વધી રહી છે. તેમાં ર૦૧૭ની સરખામણીએ ર૦૧૮માં ૩.૭ મિલીમીટરનો વધારો થયો છે. આ ઉપરાંત સમુદ્રના પાણી વધુ અમ્લીય એટલે કે એસિડિક બની રહ્યા છે. જેના કારણે સમુદ્રના પર્યાવરણ માટે અત્યંત જરૂરી એવા પરવાળા નાશ પામી રહ્યા છે. સમુદ્રી જીવો પર પણ ખતરો તોળાઇ રહ્યો છે.

પૃથ્વીનાં હવામાનને સંતુલિત રાખતા ગ્લેશિયરો પણ પીગળીને નાનાં બની રહ્યાં છે. મોસમનો મિજાજ છેલ્લાં કેટલાંક વર્ષોમાં નાટ્યાત્મક રીતે બદલાઇ રહ્યો છે અને તેના માઠાં પરિણામોનો અનુભવ લગભગ દરેક દેશ કરી રહ્યા છે. કયારેક યુરોપમાં ભયાનક વરસાદ વરસે છે તો શિયાળામાં અમેરિકાનું શહેર શિકાગો ઉત્તર ધ્રુવથી પણ ઠંડું થઇ જાય છે. રિપોર્ટમાં કેરળમાં આવેલા વિનાશકારી પૂરનો પણ ઉલ્લેખ છે. સંયુકત રાષ્ટ્રના મહાસચિવે એ બાબતે પણ ચિંતા વ્યક્ત કરી કે જળ વાયુ પરિવર્તન ઝડપથી થઇ રહ્યું છે. જેને ખાળવાના આપણા પ્રયાસો અત્યંત ધીમા છે. તેમણે તમામ દેશોના વડાઓને આ સમસ્યાને ગંભીરતાથી લઇને ઠોસ ઉપાયો અને યોજનાઓ સાથે એકમંચ પર આગળ આવવા પણ અપીલ કરી છે.

જળ વાયુમાં થતાં ફેરફારો સમગ્ર દુનિયાની સમસ્યા છે. તેનો મુકાબલો એક કે બે દેશો કરી શકે નહીં. તમામ દેશો સાથે આવે તો જ આ સમસ્યાનો નિવેડો લાવી શકાય તેમ છે. પરંતુ મુખ્ય અડચણ એ છે કે દુનિયાના તાકતવર અને સંપન્ન દેશો તેના માટે ગંભીર નથી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તો ગ્લોબલ વોર્મિંગ ખતરાે હોવાનું જ માનતા નથી. તેમણે તો અમેરિકાને આ સંધિમાંથી જ બહાર કાઢી નાખ્યું છે. હકીકતમાં ગ્લોબલ વોર્મિંગ માટે દેશો એકબીજાને પગલાં ભરવા સલાહ આપે છે પણ પોતે કંઇ કરવા તૈયાર નથી. ભારતે પેરિસ સંધિમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

જોકે વધુ કાર્બન ઉત્સર્જિત કરતા દેશોમાં ભારતની પણ ગણતરી થાય છે. ભારતે સરકારે વૈકલ્પિક ઊર્જાના ઉપયોગ માટે પ્રયાસો કર્યા છે, જોકે તે પૂરતા નથી. ખાસ કરીને સૌર ઉર્જા ક્ષેત્રે ભારતનો રેકોર્ડ ઘણો સારો છે. તેમ છતાં પ્રદૂષણનો મુદ્દો હજુ આપણા મુખ્ય એજન્ડામાં નથી. તેને હવે વિકાસ યોજના સાથે જોડવાની જરૂર છે. અમેરિકા અને ચીન સૌથી વધુ કાર્બન ઉત્સર્જન કરે છે. દુનિયામાં ઊર્જાનો સૌથી વધુ વપરાશ પણ આ બે દેશો કરે છે. દુનિયાને ગ્લોબલ વોર્મિંગ તરફ ધકેલનારા ટોચના દેશોમાં ભારત પણ સામેલ છે. આપણા ત્યાં વીજળીનાં ઉત્પાદન માટે હજુ પણ કોલસો જ મુખ્ય બળતણ છે. આ ઉપરાંત કરોડો વાહનો પ્રદૂષણ ફેલાવે છે. દિલ્હી જેવાં મોટાં શહેરો તેના કારણે ગેસ ચેમ્બરમાં ફેરવાઇ રહ્યાં છે.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

1 month ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

1 month ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

1 month ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

1 month ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

1 month ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

1 month ago