ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્રને આંતરરાષ્ટ્રીય મેળાવડાનું મંચ ગણાવ્યું

ન્યૂયોર્ક : પોતાનાં નિવેદનોનાં કારણે હંમેશા ચર્ચામાં રહેતા અમેરિકાનાં નવાચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વધુ એક વિવાદિત નિવેદન આપ્યું છે. ટ્રમ્પ સંયુક્ત રાષ્ટ્રની ટીકા કરતા જણાવ્યું હતું કે આ એક એવી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જ્યાં લોકો મળે છે અને સારો સમય પસાર કરે છે. આ એક સંસ્થા નહી પરંતુ ક્લબ કહી શકાય.

ટ્રમ્પ ટ્વિટ કરીને લખ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર પાસે ઘણી સંભાવનાઓ છે, પરંતુ હાલ આ લોકોનો મિલાપ અને વાતચીતમાં સમય પસાર કરી રહી છે. આ હાલ માત્ર એક ક્લબ તરીકે કામગીરી નિભાવી રહી છે, જે ખુબ જ દુખદ છે. ટ્રંપની આ ટીપ્પણી ફિલિસ્તાઇનની જમીન પર ઇઝરાયેલની વસાહતોનાં મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પ્રસ્તાવને પસાર કરવા અંગેના નિર્ણને ધ્યાને રાખીને કરી છે. અમેરિકાનાં વીટો ન કરવાનાં કારણે પ્રસ્તાવને મંજુરી મળી ગઇ હતી. અમેરિકા વિટોનાં અધિકારનો ઉપયોગ કરી તેને અટકાવી શક્યું હોત પરંતુ તેણે તેવું નહોતું કર્યું.

ટ્રમ્પ અમેરિકાને ઇઝરાયેલની વસ્તીઓ પર સુરક્ષા પરિષદનાં પ્રસ્તાવને વીટો કરવા માટે કહ્યું હતું. પ્રસ્તાવનાં પક્ષમાં 14 મત પડ્યા હતા. જ્યારે અમેરિકાએ તેમાં ભાગ જ નહોતો લીધો. મતદાનનાં એક દિવસ બાદ ટ્રમ્પ આ નિર્ણને ઇઝરાયેલ માટે મોટુ નુકસાન ગણાવ્યું હતું. ટ્રમ્પ કહ્યું કે આના કારણે ઇઝરાયેલ અને ફિલિસ્તાઇન વચ્ચે શાંતિવાર્તામાં બાધા આવશે. ટ્રમ્પ ઇઝરાયેલના પક્ષમાં ફરીથી પોતાનો ઝુકાવ રજુ કરતા યહૂદી રાજ્યમાં રહેલ અમેરિકી દૂતાવાસને તેલ અવીવથી યેરુશલમ સ્થાનાંતરિક કરવાનું વચન આપ્યું છે. હાલ બરાક ઓબામાં તંત્ર આ પગલાનો સતત વિરોધ કરી રહ્યું છે.

You might also like