એવું શું છે આ મંદિરમાં જો PM મોદીને પણ જતાં લાગે છે ડર!

કાનપૂરમાં એક મંદિર ”ભ્રષ્ટ તંત્ર વિનાશક શનિ મંદિર”. જેને બનાવ્યું છે, પવન રાણે વાલ્મીકીએ. જમીન ખાનગી જમીન પર છે જ્યાં સાધારણ લોકોને આવાની અનૂમતિ છે. પરંતુ અહીંયા હાલના અથવા પૂર્વ IAS, PCS અધિકારીઓ, જજ, મજિસ્ટ્રેટ, ધારસભ્યો, સાસંદ મંત્રીઓનું આવવા પર પ્રતિબંધ છે. હવે પ્રશ્ન એમ થાય છે કે આવું કેમ? તો ચલો જાણીએ આ બાબત માટે.

મંદિરની બહાર બોર્ડ પર મોટા મોટા શબ્દોમાં લખ્યું છે કે ‘મંદિરમાં દેશના ભ્રષ્ટ પ્રતિનિધિઓ અને ભ્રષ્ટ નોકરોના પ્રવેશ પર પ્રતિબંધ છે.’ અંદર શનિ ભગવાનની સામે દેશના દરેક ભ્રષ્ટ મંત્રીઓ અને નેતાઓના ફોટા લગાવવામાં આવ્યા છે. દરેક ભક્તોની શનિ દેવ સાથે એ જ પ્રાર્થના થાય કરે છે કે ભ્રષ્ટ લોકા પર જલ્દીથી નજર નાંખે અને એ લોકાને સદબુદ્ધિ આપે. મંદિરમાં શનિ દેવ સાથે હનુમાનજી અને બ્રહ્માજીની પણ મૂર્તિઓ છે.

આ મંદિરની વિશેષતા એ છે કે મંદિરની વચ્ચોવચ શનિ દેવની ત્રણ મૂર્તિઓ એક બીજાની તરફ પીઠ કરીને ઊભા છે. આવી રીતે એક શનિદેવની મૂર્તિની નજર પૂરા સંસદ, રાજ્યસભા અને વર્તમાન નેતાઓના ફોટોઝ પર પડે છે, પછી એ મનમોહન સિંહ, સોનિયા ગાંધી અથવા રાહુલ ગાંધી કેમ ના હોય અને હાલના દેશના પ્રધાનમંત્રી ‘નરેન્દ્ર મોદી’.

આવી રીતે બીજા શનિ દેવની નજર સુપ્રીમ કોર્ટ, હાઇ કોર્ટ અને ન્યાયાધીશોના ફોટા પર પડી રહી છે. અને ત્રીજી મૂર્તિની નજર માટે જાણીને તમે આશ્વર્ય લાગશે કે શનિદેવની પૂર્ણ દ્રષ્ટિ બ્રહ્માજી પર પડી રહી છે કારણ કે એમના દ્વારા જ આ દુનિયાની રચના થઇ છે જેમાં આટલા ભ્રષ્ટ લોકો પેદા થઇ ગયા છે. એટલે કે હવે બ્રહ્માજી પણ સંભાળે અને ભ્રષ્ટ લોકોને પેદા કરે નહીં.

અહીંયા પ્રસાદ ચઢાવો અને ફૂલ તોડીને અર્પિત કરવા પર પ્રતિબંધ છે. લોકો માત્ર લવિંગ, ઇલાયચી અને મરી ચઢાવી શકે છે. લાઉડ સ્પીકર અને ઘંટ વગાડવા અને અવાજ કરવા પર પ્રતિબંધ છે. માટીના દીવામાં સરસવના તેલનો ઉપયોગ કરી શકાય છે. દારૂ અને તમાકુનું સેવન કરનારા લોકોને પણ અંદર આવવાની પરવાનગી નથી.

રસપ્રદ વાત તો એ છે કે આ મંદિરમાં લોકોની આસ્થા પણ હવે વધવા લાગી છે અને જે લોકા પોતાની જાતમાં નિરાશા અને હતાશા મેળવે છે એ લોકા અહીં આવીને શનિદેવ સાથે ન્યાય માટે અરજી કરે છે. દેશનો કોઇ નાગરિક ભ્રષ્ટાચારથી પીડિત હોય તો એમને જરૂરથી આ ભ્રષ્ટ તંત્ર વિનાશક મંદિરમાં જરૂરથી જવું જોઇએ.

VISIT: http://sambhaavnews.com/

You might also like